આ સોસાયટીના તમામ રહીશો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
અમદાવાદ, શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીના રહીશોને સામે સોલા પોલીસ લેન્ડ ગ્રેબિગ એકટ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. સરકારી જમીન પર બારોબાર ગેરકાયદેસર સોસાયટી બનાવી દીધી હતી.
આ અંગે સોસાયટીના જ એક રહીશે મકાનના વિવાદ બાબતે કલેકટર કચેરીમાં અરજી કરતાં આખી સોસાયટી ગેરકાયદેસર હોવાનું બહાર આવતાં તાત્કલીક કલેકટર દ્વારા કાયદેસરના પગલાં લેવાનો હુકમ કરતાં આખી સોસાયટીના રહીશો સામે સોલા પોલીસે ગુનો નોધ્યો છે.
ગફરૂભાઈ દેસાઈ નામના શખ્સે સરકારી જમીન પર કબજે કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળ્યું છે. આખી સોસાયટી સામે લેન્ડ ગ્રેબિગ એકટ હેઠળ ગુનો નોધાયો હોય તેવી આ ગુજરાતની કે પાંચ આરોપીઓ સામે ગુનો નોધાયો છે. પણ પહેલી એવી ફરીયાદ નોધાઈ જેમાં આખી સોસાયટી સામે ગુનો નોધાયો છે.
ચાંદલોડીયામાં સરકારી જમીન પર ગેરકાયદેસર સોસાયટીનું બાંધકામ કરતા પોલીસે લેન્ડ ગ્રેબિગ એકટ હેઠળ સોસાયટીના તમામ રહીશો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ચાંદલોડીયામાં આવેલી સર્વે નંબર ૧૬૯ સરકારી જમીન હોવા છતાં ગફુરભાઈ દેસાઈ અને સોસાયટીના રહીશોએ બનાવી દેતા સોલા પોલીસસ્ટેશનમાં ફરીયાદ નોધાઈ છે.
ઉલ્લેખનીય છે કે ગફૂરભાઈ દેસાઈએ સરકારી જમીન પચાવીને તેમાં કૃષ્ણનગર સોસાયટી બનાવી હતી.
આ સોસાયટીના રહીશો મકાનમાં વિવાદમાં કલેકટરને અરજી કરતા તપાસમાં આ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ થયું હોવાનું ખુલ્યું હતું. જેથી સોલા પોલીસે ગફુરભાઈ અને સોસાયટીના તમામ રહીશો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિગ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.