આ સ્માર્ટ ફોન કંપની આપી રહી છે, છ મહિના સુધી ફ્રી રીપેરની સુવિધા
અમદાવાદ, ભારતીય મોબાઇલ હેન્ડસેટ બ્રાન્ડ લાવા ઇન્ટરનેશનલ લિમિટેડએ દેશના 75મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે સ્પેશ્યલ 75-દિવસ મિલિટરી ગ્રેડ ચેલેન્જની જાહેરાત કરી છે. આ વિશિષ્ટ ચેલેન્જ અંતર્ગત ગુજરાતના જે ગ્રાહકો આગામી 75 દિવસમાં લાવાનો ફીચર ફોન ખરીદશે તેમને ખરીદીના છ મહિનાની અંદર તેમના ફોનને નુકસાન થશે તો ફ્રી રિપેરની સુવિધા મળશે.*
આ ચેલેન્જ પર લાવા ઇન્ટરનેશનલના માર્કેટિંગ અને એસએન્ડડી સ્ટ્રેટેજીના હેડ મુગ્ધ રજિતે કહ્યું હતું કે, “લાવાના તમામ ફીચર ફોન મિલિટરી-ગ્રેડ સર્ટિફાઇડ છે અને તેમની મજબૂત ગુણવત્તા માટે પ્રસિદ્ધ છે. ટેસ્ટિંગની કડક પ્રક્રિયામાંથી પસાર થતા ફોન ગ્રાહકોને નુકસાન થવાની ચિંતામાંથી મુક્ત રાખે છે.
અમારી મિલિડરી-ગ્રેડ ચેલેન્જ સાથે અમે અમારા ગ્રાહકોને એની મજબૂતની ખાતરી અને લાવા ફીચર ફોનનો શ્રેષ્ઠ અનુભવ આપવા માંગીએ છીએ. અમને આશા છે કે, ગ્રાહકોને આ ચેલેન્જ રોમાંચક લાગશે અને તેમના માટે ઉપયોગી પુરવાર થશે.”
લાવા ઇન્ટરનેશનલ 10 સ્માર્ટફોન અને 21 ફીચર ફોનનો બહોળો પોર્ટફોલિયો ધરાવે છે. આ ફોન દેશમાં અતિ સ્પર્ધાત્મક કિંમતે ઉપલબ્ધ છે તથા 1.65 લાખ રિટેલર્સ અને 1000થી વધારે વિતરકોના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક મારફતે ઉપલબ્ધ છે.