Western Times News

Gujarati News

આ NBFC બેંક આપી રહી છે માત્ર એક વોટ્સએપ પર 5 મિનિટમાં 10 લાખ સુધીની લોન

IIFL ફાઇનાન્સે વ્હોટ્સએપ પર રૂ. 10 લાખ સુધીની બિઝનેસ લોન પ્રસ્તુત કરી

મુંબઈ ભારતની સૌથી મોટી રિટેલ-કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC) પૈકીની એક આઇઆઇએફએલ ફાઇનાન્સ વ્હોટ્સએપ પર તાત્કાલિક બિઝનેસ લોન પ્રસ્તુત કરનાર દેશની પ્રથમ એનબીએફસી બની ગઈ છે. યુઝર્સ લઘુતમ ડોક્યુમેન્ટેશન સાથે રૂ. 10 લાખ સુધીની લોનનો લાભ અને 5 મિનિટમાં મંજૂરી મેળવી શકે છે.

હવે ભારતમાં વ્હોટ્સએપના 450 મિલિયનથી વધારે યુઝર્સ આઇઆઇએફએલ ફાઇનાન્સ પાસેથી 24×7લોનની સુવિધા10 મિનિટમાં મેળવી શકે છે. આ પાવરફૂલ એઆઈ-બોટ લોનની ઓફર સાથે યુઝરના ઇનપુટને મેચિંગ કરીને અને કેવાયસી બેંક એકાઉન્ટ વેરિફિકેશન (બીએવી) અને મેન્ડેટ સેટઅપ મારફતે અરજીની સુવિધા આપે છે.

વ્હોટ્સએપ મારફતે આઇઆઇએફએલ ફાઇનાન્સ પાસેથી લોનનો લાભ લેવા યુઝરને 9019702184 પર “Hi” લખીને મોકલવું પડશે, પછી મૂળભૂત વિગતો આપવી પડશે, કેવાયસી પૂર્ણ કરવી પડશે, બેંક ટ્રાન્સફરની વિગતો વેરિફાય કરવી પડશે, મેન્ડેટ રજિસ્ટ્રેશન કરવું પડશે અને તાત્કાલિક ખાતામાં મળી જશે.

આઇઆઇએફએલ ફાઇનાન્સના ચીફ રિસ્ક ઓફિસર સંજીવ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, “અમારા ટેકનોલોજી સર્વિસ પ્રોવાઇડર સેતુ સાથે આઇઆઇએફએલ ફાઇનાન્સે લોનની અરજી અને વિતરણની જટિલ સફરને ચેટની સરળ પ્રક્રિયામાં પરિવર્તિત કરી દીધી છે. અમને એ જાહેર કરવાની ખુશી છે કે, સૌપ્રથમ વાર એક નાનો વેપારી વ્હોટ્સએપ કન્વર્સેશન મારફતે સંપૂર્ણ ફોર્માલિટી પૂરી કરીને લોન મેળવી શકે છે.”

અત્યારે ટેક્સ્ટ્સ, ચેટ અને ટ્વીટ એમ શબ્દોના વિવિધ માધ્યમોમાં મર્ચન્ટ્સ તેમના પરિવારજનો અને મિત્રોની જેમ વ્યવસાયો સાથે સંવાદ કરવા ઇચ્છે છે. ભારતીયો વ્હોટ્સએપને પસંદ કરે છે – આ સરળ, સુવિધાજનક અને સંપૂર્ણ સુરક્ષિત છે.

સેતુના સહ-સ્થાપક અને સીઇઓ સાહિલ કિનીએ કહ્યું હતું કે, “અમારો પ્રયાસ ભારતમાં દરેક એમએસએમઇને બિઝનેસ લોનની સુવિધા પ્રદાન કરવાનો છે, જેમાં હવે વ્હોટ્સએપ પર 100 ટકા ડિજિટલ લોન સફર શક્ય છે. અમને એમએસએમઇ ધિરાણ ઉદ્યોગમાં સૌપ્રથમ પ્રકારની આ પહેલ માટે આઇઆઇએફએલ ફાઇનાન્સ સાથે જોડાણ કરવાની ખુશી છે, જેમાં લોનની અરજીથી લઈને વિતરણ એમ 100 ટકા પ્રક્રિયા શક્ય બને છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.