ઇંગ્લેન્ડે વિસ્ફોટક બેટ્સમેન રોયને ટીમમાં સામેલ કર્યો
માન્ચેસ્ટર: શુક્રવારથી શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સિરીઝ માટે ઇંગ્લેન્ડે વિસ્ફોટક બેટ્સમેન જેસન રોયને તેમની ટીમમાં સામેલ કર્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) બુધવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે ડેવિડ મલાનને વનડે સિરીઝ માટે રિઝર્વ પ્લેયર તરીકે જાળવી રાખવામાં આવ્યો છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
મલાન ત્રણ મેચની ટી -૨૦ શ્રેણીમાં સૌથી વધુ ૧૨૯ રન બનાવ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી ૨-૧થી જીતવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ઇસીબીએ એમ પણ જણાવ્યું હતું કે જોય ડેન્લી પણ રિઝર્વ પ્લેયર હતો, પરંતુ બાયો સિક્યુર બબલમાંથી બહાર આવ્યો છે અને કેન્ટ પરત આવ્યો છે. ઇંગ્લેન્ડની વનડે ટીમઃ ઇયાન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જોની બેરસ્ટો, ટોમ બેન્ટન, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કરન, ટોમ કરન, આદિલ રાશિદ, જો રૂટ, જેસન રોય, ક્રિસ વોક્સ, માર્ક વુડ. ઓસ્ટ્રેલિયાની ટીમઃ એરોન ફિંચ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન એગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ (ઉપ-કપ્તાન), જોશ હેઝલવુડ, માર્નસ લબુશને, નાથન લિયોન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, રિલે મેરેડિથ, જોશ ફિલિપ, ડેનિયલ સેમ્સ, કેન રિચાર્ડસન, સ્ટીવન સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્ર્યુ ટાઇ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર.