ઇંગ્લેન્ડ સામે હાર : ટીમની ખેલ ભાવના સામે વકારે કરેલા પ્રશ્ન
ટ્રેન્ટબ્રિજ : ટ્રેન્ટબ્રિજ ખાતે રમાયેલી વર્લ્ડ કપની ઇંગ્લેન્ડની સામે મેચમાં ભારતની હાર બાદ કેટલાક દિગ્ગજા દ્વારા પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. પ્રશ્નો ઉઠાવનારમાં પાકિસ્તાની ટીમના પૂર્વ ઝડપી બોલર વકાર યુનુસ અને અન્ય દિગ્ગજનો સમાવેશ થાય છે. વકારે ઇંગ્લેન્ડની સામે હાર ખાધા બાદ ભારતીય ક્રિકેટ ટીમની ખેલ ભાવનાની સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. પાકિસ્તાનની ટીમ આ મેચમાં ભારત જીતે તેમ ઇચ્છી રહ્યુહતુ.
કારણકે ભારતની જીત થઇ હોત તો પાકિસ્તાનની ટીમ સેમીફાઇનલમાં પહોંચી ગઇ હોત. ભારતે ગઇકાલે ૩૩૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાંચ વિકેટે ૩૦૬ રન કર્યા હતા. તેની મેચમાં હાર થઇ હતી. ભારતને પ્રથમ વખત વર્લ્ડ કપમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની ટીમના પૂર્વ કોચ વકારે ટ્વીટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
વકારે કહ્યુ હતુ કે તમે કોણ છો તે બાબત વધારે મહત્વ રાખતી નથી. પાકિસ્તાન સેમીફાઇનલમાં પહોંચે છે કે નહીં તેને લઇને તે ચિંતિત નથી. પરંતુ એક બાબત તો પાકી છે કે કેટલાક ખેલ ભાવનાની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં તેઓ ફ્લોપ સાબિત થયા હતા.
આ પહેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ પણ આરોપ કર્યો હતો ક પાકિસ્તાનની ટીમને વર્લ્ડ કપમાંથી બહાર રાખવા માટે યોજનાપૂર્વક રમત રમવામાં આવી હતી. સિકન્દર બખ્તે પણ આરોપ કર્યો છે કે પાકિસ્તાનને બહાર રાખવા માટે ટીમ ઈન્ડિયા મેચને જીતવા માટેના ઇરાદા સાથે લીધી ન હતી. ઇંગ્લેન્ડના હવે ૧૦ પોઇન્ટ છે. પાકિસ્તાન એક પોઇન્ટ પાછળ છે. ઇંગ્લેન્ડને હવે ન્યુઝીલેન્ડની સામે રમવાની જરૂર છે. જ્યારે પાકિસ્તાન બાંગ્લાદેશ સામે રમશે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલ અને નાસીર હુસૈને પણ પ્રશ્ન ઉઠાવ્યા છે.
ભારતે એક વિકેટ ગુમાવી દીધા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ધરખમ બેટિંગ કરી હતી અને મેચ રોમાંચક બની ગઇ હતી. ટાર્ગેટ વધારે હોવાથી રન ઝડપથી બનાવવાની જરૂર હતી. ૪૪મી ઓવરમાં હાર્દિક પંડ્યા આઉટ થયા બાદ ભારતીય ટીમને ૩૧ બોલમાં ૭૧ રનની જરૂર હતી. એ વખતે ધોની મેદાનમાં હતો. તેની સાથે કેદાર જાધવ મેદાનમાં આવ્યો હતો. એ વખતે ભારતીય ટીમને ઝડપી બેટિંગ કરવાની જરૂર હતી. પરંતુ બંને ખેલાડી સિંગલ રન પર ધ્યાન આપી રહ્યા હતા. બંને ખેલાડીઓ જીતવા માટે બેંટિગ કરી રહ્યા હતા તેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે.
નાસિરે કહ્યુ હતુ કે તે બિલકુલ આશ્ચર્યચકિત છે અને કોઇ બાબત સમજાતી નથી. ભારતીય ટીમ જરૂર કરતા બિલકુલ અલગ રમી રહી હતી. મેદાનમાં આવેલા ચાહકો પણ ધોની રિસ્ક લઇને બેટિંગ કરે તેવી અપેક્ષા રાખી રહ્યા હતા. સૌરવ ગાંગુલીએ કહ્યુ હતુ કે આપની પાસે પાંચ વિકેટ હાથમાં છે છતાં જીત માટે પ્રયાસ કરતા નથી તે માઇન્ડ સેટ દર્શાવે છે. આ સ્ટેજ પર બોલ ક્યાં પડે છે તે બાબત મહત્વપૂર્ણ નથી. કોમેન્ટરી બોક્સમાં બેઠેલા આકાશ ચોપડાએ પણ કહ્યુ હતુ કે આવુ કોઇ જગ્યાએ લાગ્યુ ન હતુ કે ટીમ જીતવા માટે રમી રહી છે. બેટ્સમેનોને રિસ્ક લેવાની જરૂર હતી. ધોનીએ ૪૨ રનની ઇનિગ્સ રમી હતી જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
કેદાર ૧ બોલમાં ૧૨ રન કરીને નોટ આઉટ રહ્યો હતો. કમાલની વાત એ છે કે ભારતની ઇનિગ્સમાં માત્ર એક છગ્ગો વાગ્યો હતો. ભારતની તક તો હજુ પણ સૌથી વધારે રહેલી છે. ભારતને તો માત્ર એક પોઇન્ટની જરૂર છે. કોઇ મેચ રદ થાય છે અથવા તો અન્ય કારણસર મેચ નહીં થતી તો પણ ભારતની આગેકુચ તો પાકી છે. હવે પાકિસ્તાનની મુશ્કેલી વધી ગઇ છે. જા કે તેના રસ્તા પૂર્ણ રીતે બંધ થયા નથી.