ઇંદોરની ગોલ્ડન ગેટ હોટલમાં ભીષણ આગ : અનેક લોકો ફસાયા
ઈન્દોર, ઈન્દોરમાં સોમવારે એક હોટલમાં ભીષણ આગ ફાટી નિકળી છે. વિજય નગર વિસ્તારની ગોલ્ડન ગેટ હોટલમાં જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસની એક ટીમ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓએ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. બીજી તરફ હોટલમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની કોશિશ થઈ રહી છે. જોકે, હજી સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઈન્દોરના એક પોશ વિસ્તારમાં આવેલી આ હોટલમાં લાગેલ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.