ઇકરાએ મુથુટ ફાઇનાન્સનું લોંગ ટર્મ ડેટ રેટિંગ અપગ્રેડ કરીને ‘AA+’ કર્યું

કંપની વિવિધ રોકાણકારો પાસેથી સ્પર્ધાત્મક દરે લોંગ ટર્મ ડેટ ફન્ડ એકત્ર કરી શકશે
કોચી, 17 માર્ચ 2020: ઇકરાએ મુથુટ ફાઇનાન્સ લિમિટેડની લોંગ ટર્મ ડેટ ફેસિલિટીઝનું રેટિંગ ‘[ICRA]AA(સ્થિર)’. થી અપગ્રેડ કરીને ‘[ICRA]AA+( સ્થિર) કર્યું છે. રેટિંગ અપગ્રેડ આ કેટેગરીમાં સર્વોત્તમ ક્રમ હોવાનું સૂચક છે અને આ રેટિંગ લોંગ ટર્મ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટેના સૌથી ઊંચા રેટિંગ ‘AAA’થી માત્ર એક સ્તર જ નીચે છે. આ રેટિંગ નાણાંકીય જવાબદારીઓ સમયસર અદા કરવાના સંદર્ભમાં ‘ઊંચી સલામતી’ દર્શાવે છે અને આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ક્રેડિટ રિસ્ક ઘણું ઓછું હોય છે.
આ રેટિંગ અપગ્રેડથી કંપની વધુ લોંગ ટર્મ ડેટ ફન્ડ એકત્ર કરી શકશે અને વિવિધ રોકાણકારોને આકર્ષી શકશે. આ રેટિંગ અપગ્રેડને કારણે એનસીડીના પબ્લિક ઇશ્યુમાં રિટેલ રોકાણકારોને આકર્ષી શકાશે, જેમાં કંપની 24 ઇશ્યુ દ્વારા કુલ રૂ. 17392 કરોડનું ભંડોળ એકત્ર કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. વધુમાં, કંપની વધુ સ્પર્ધાત્મક દરે ભંડોળ એકત્રીકરણ કરી શકશે.
મુથુટના મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જ એલેક્ઝાન્ડર મુથુટે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “ઇકરા દ્વારા રેટિંગ અપગ્રેડને પગલે મુથુટ ફાઇનાન્સે બે રેટિંગ એજન્સીઓ દ્વારા AA+ ક્રેડિટ રેટિંગ મેળવવાનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. અગાઉ ક્રિસિલ પાસેથી પણ આ રેટિંગ મળી ચૂક્યું છે. આ ઉચ્ચતમ રેટિંગ ગોલ્ડ લોન ઉદ્યોગમાં કંપનીની માર્કેટ લીડર પોઝિશન અને મજબૂત નાણાંકીય સ્થિતિની
સ્વીકૃતિ છે. અમે એ ભારપૂર્વક કહેવા માગીએ છીએ કે મુથુટ ફાઇનાન્સ લિમિટેડને મળેલી આ સિધ્ધિ સ્વતંત્ર રીતે હાંસલ કરવામાં આવી છે અને પેરન્ટ કંપનીનો કોઇ ટેકો નથી. અમે ભારતીયોને આત્મનિર્ભર બનાવવાના મિશનમાં મક્કમ રીતે આગળ વધી રહ્યા છીએ અને દરેક વ્યક્તિ અને MSMEsની જરૂરિયાતમાં મદદ કરી રહ્યા છીએ ”
ઇકરાએ રેટિંગમાં અપગ્રેડેશન અંગે કારણ આપતા જણાવ્યું હતું કે, “આ રેટિંગ અપગ્રેડેશન કરતા પહેલાં મુથુટ ફાઇનાન્સ લિમિટેડ (MFL)ની સાતત્યપૂર્ણ તંદુરસ્ત નાણાંકીય કામગીરી અને એકંદર પોર્ટફોલિયોમાં વધારાને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. કંપનીના પોર્ટફોલિયોમાં ગોલ્ડ લોન બિઝનેસનો મોટો હિસ્સો છે.
મુથુટ ફાઇનાન્સ લિમિટેડની ગોલ્ડ લોન બુક ડિસેમ્બર 2020ની સ્થિતિએ છેલ્લાં પાંચ વર્ષમાં બમણી થઈને રૂ. 49,622 કરોડ થઈ છે અને એકંદર પોર્ટફોલિયોમાં તેનું પ્રમાણ આશરે 90 ટકા છે. ગોલ્ડ લોન બિઝનેસમાં ક્રેડિટ કોસ્ટ અંકુશ હેઠળ છે, જેનાથી કોન્સોલિડેટેડ અર્નિંગ પર્ફોમન્સમાં સુધારો થાય છે.
ઇકરાની અપેક્ષા પ્રમાણે કોન્સોલિડેટેડ અર્નિંગ પર્ફોમન્સ ઉત્તમ રહેશે કારણ કે કંપનીના એકંદર ધિરાણ પોર્ટફોલિયોમાં ગોલ્ડ લોનનો હિસ્સો આશરે 85-90 ટકા છે. મુથુટ ફાઇનાન્સ લિમિટેડની પ્રોફાઇલનું વિશેષ પાસુ એ છે કે ડિસેમ્બર 2020ની સ્થિતિએ કોન્સોલિડેટેડ મેનેજ્ડ ગિયરિંગ આશરે 3.5 ગણું હતું અને તેની તંદુરસ્ત નાણાંકીય સ્થિતિને જોતાં મધ્યમ ગાળામાં સાનુકુળ રહેવાની ધારણા છે.”
રેટિંગ અંગેના કારણોમાં ક્રિસિલે એમ પણ જણાવ્યું હતું કે, “રેટિંગમાં મુથુટ ફાઇનાન્સ લિમિટેડનો લાંબા ગાળાનો ટ્રેક રેકોર્ડ, ગોલ્ડ લોન સેગમેન્ટમાં તેની અગ્રણી સ્થિતિ, દેશભરમાં તેની સ્થાપિત ફ્રેન્ચાઇઝી અને બ્રાન્ચ નેટવર્ક, તેનો અસરકારક આંતરિક અંકુશ અને મોનિટરીંગ સિસ્ટમને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. વિવિધ સ્રોતમાંથી ભંડોળ એકત્ર કરવાની કંપનીની ક્ષમતા, વર્તમાન ઓન-બેલેન્સશીટ લિક્વિડિટી અને ટૂંકા ગાળાની લોનને કારણે લિક્વિડિટી પ્રોફાઇલ મજબૂત બની છે.”