ઇકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કરોડોનું કૌભાંડ

પ્રતિકાત્મક
જુનાગઢ, જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આવેલ ઇકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કરોડો રૂપીયાનું કૌભાંડ સામે આવતા શહેર ભરમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટના મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સટેશનમાં ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પોલીસમાંથી મળતી વિગત મુજબ ઇકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકમાંની કેશ વોલ્ટમાં કરોડો રૂપિયા કેશ પડી હતી. તે રૂપિયામાં બાળકોને રમવાની ચીલ્ડ્રનની નોટો ઘુસાડી દેવામાં આવી હતી. એક બે નહિ પરંતુ ૧.૩૦ કરોડની નોટો ઘુસાડી દેવામાં આવી હતી. જયારે સુરતથી બેંકના અધીકારીનું ઓડીટ આવતા સમગ્ર કૌભાંડનો મામલો સામે આવ્યો હતો.
બેંકના ઓડિટ સમયે રૂપિયાની ગણતરી કરતા તેમાંથી બાળકોને રમવાની નોટો મળી આવતા તમામ રૂપીયાના બંડલો ચેક કરતા તેમાંથી ૧.૩૦ કરોડની બાળકોને રમવાની નોટો મળી આવતા સમગ્ર મામલે બી.ડીવીઝન પોલીસમાં બેંક હેડ હિમાંશુ મહેન્દ્ર ભારકડા એ ફરીયાદ નોંધાવી હતી.
જેમાં પોલીસ તપાસમાં ઇકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના મેનેજર સુનીલ સિદ્ધિપ્રસાદ ઘોસનું નામ સામે આવ્યું હતું અને સટ્ટામાં રૂપીયા ગુમાવ્યા બાદ બેંકના કેશ વોલ્ટમાંથી રૂપીયા કાઢી લીધા હતા.