ઇકોસએ ભારતમાં પાંચમાં અને ગુજરાત ખાતે પ્રથમ કાફેની શરૂઆત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/02/ECHOES1-1024x682.jpg)
શહેરની એક એવી રેસ્ટોરંટ જ્યાં બહેરા અને મૂંગા કર્મચારીઓ પીરસી રહ્યાં છે વિશ્વની શ્રેષ્ઠ વાનગીઓ
અમદાવાદ, ભારતની અગ્રણી ઇકોસએ ભારતમાં પાંચમાં અને ગુજરાતમાં અમદાવાદ ખાતે પ્રથમ કાફેની શરૂઆત કરી. વિભાવના ધરાવતા રેસ્ટોરંટ્સ થાળીમાં વાનગીઓ ઉપરાંત ઘણું બધુ પીરસે છે. તેઓ એક દૂરદર્શિતા, એક વિચાર આપે છે અને તેને બેજોડ રીતે સુશોભિત કરે છે. ઇકોસ આ પ્રકારનું એક અનોખુ કાફે છે, જે એક વિશિષ્ટ રેસ્ટોરંટ છે જેનું સંચાલન બહેરા અને મૂંગા કર્મચારીઓ અને તકનીકોના અમલીકરણ દ્વારા કરવામાં આવે છે, જે આ ઉદ્યોગમાં અસામાન્ય છે. ઇકોસ ભારતમાં આ પ્રકારનું પ્રથમ કાફે છે જેણે આ વિચારને રજૂ કર્યો છે.
ઇકોસ તેને તે વિચારોની લીગમાં સમાવિષ્ટ કરે છે કે જે તેની વ્યાવસાયિક અને સામાજિક જવાબદારી માટે યોગ્ય રીતે જીવે છે. તેણે એબલ્ડ – ડિસેબલ્ડને સમાનરૂપે રોજગાર સક્ષમ કરવા માટે સંપૂર્ણ નવી પ્રક્રિયાઓ બનાવવાની દિશામાં પહેલ કરી છે. ઉદ્યોગની સાથે સાથે ગ્રાહકો પણ અવિરત સેવાની નવી રીતો અને સમગ્ર અનુભવોની પ્રશંસા કરે છે.
બેજોડ એવી આ ઇકોસની માત્ર એક વિભાવના ન હોવાથી તે હાર્દિક ભોજન, વાતાવરણ અને જીવંતતા છે. ઘરેલૂ અને અરામદાયક વાતાવરણ સાથે આ એક એવુ હબ છે જ્યાં તમે વિભિન્ન ભારતીય, કોન્ટિનેંટલ, ઇટાલિયન, ચીની અને અમેરિકી વાનગીઓનો શ્રેષ્ઠ સ્વાદ માણી શકો છો, જેને એક ફ્યૂઝન ટ્વિસ્ટ, શ્રેષ્ઠ ભોજન, આરામદાયક વાતાવરણ અને અદ્વિતીય અવધારણાની સાથે પીરસવામાં આવે છે. ઇકોસ તેની પોતાની લીગમાં ટોચ પર છે. તેઓના શાકાહારી ગ્રાહકો માટે તેઓએ વિશેષ રૂપથી મેનુ બનાવ્યું છે, જેમાં તેઓ પાસેની અનેક વિકલ્પો ઉપલબ્ધ રહેશે. તેમાંથી કેટલાંક નામ જોઇએ તો તંદુરી મોમોસ, સોય ચોપ આધારિત વાનગી જેવી કે ગુલાટી ડિનર ટ્રે અને સોય બોટી કબાબ, દાલ મખ્ખની, રનર-અપ બર્ગર, લસાગ્ને, ક્લાસિક ફિશ તથા ચિપ્સ, બંતા બહાર અને ફેરેરો રોચર, રેડ-વેવ, ચોકો ડેથ વગેરે જેવા ફ્લેવર સાથેના પ્રીમિયમ શેક્સ તેઓની વિશેષતા છે.
દિલ્હી, બેંગલોર અને કલકતા બાદ અમદાવાદમાં બોડકદેવ ખાતે ઇકોસે તેના પાંચમાં આટલેટની રજૂઆત કરી છે. જ્યાં તેઓએ 7 વિકલાંક કર્મચારીઓની નિમણૂંક કરી છે. વિશિષ્ટ, મ્હોમાં પાણી લાવતી વાનગીઓ, ક્લાસી ઇન્ટિરીયર અને મૈત્રીપૂર્ણ સ્ટાફ આપને ઘરેલૂ અનુભવ આપે છે. તેથી જ તે તમામ પ્રેમ અને સમર્થન પ્રાપ્ત કરી રહ્યું છે, જેનુ તે હકદાર છે.
ઇકોસની ટીમ ટૂંકમાં જ સુરત, વડોદરા, રાજકોટ વગેરે જેવા શહેરોમાં 5થી6 આઉટલેટ શરૂ કરવાની યોજના ધરાવે છે. વધુમાં, તેઓ તેના ક્લાઉડ કિચન – ‘બીપીએમ–બર્ગર પીઝા મોમોસ’ અને ‘ચાઇના મેન એન્ડ કંપની’ સાથે કુલ મળીને ટૂંકમાં 10-15 કિચન્સ સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યાં છે.
ટીમનો ધ્યેય તમામ પેઢીઓને અપીલ કરે તેવી પ્રોડક્ટ તૈયાર કરવાનો છે કે જે પરિવારો, યુવાઓ અને કોર્પેરેટ્સ દ્વારા અનુભવી શકાય છે. કુલ મળીને તેઓ તેમના તમામ ગ્રાહકોને પોષાય તેવા દરે સંપૂર્ણ પ્રોડક્ટ પ્રદાન કરે છે. આ ઉપરાંત ઇકોસ સમાજ માટે કાર્ય કરવા માટે પણ સમર્પિત છે અને તેનો ઉદ્દેશ અલગ-અલગ લોકો માટે એક નવુ ક્ષેત્ર શરૂ કરવાનું છે. આ લક્ષ્યને ટૂંકમાં જ પ્રાપ્ત કરવામાં આવશે કારણ કે તેની મંજીલ તરફ આગળ વધાવીની શરૂઆત થઇ ગઇ છે. ટૂંકમાં જ ઇકોસને ચારે બાજુ સાંભળી શકાશે.
અત્યાર સુધી, ઇકોસે તમામ સારા ધ્વનિનું નિર્માણ કર્યું છે અને તેને સમગ્ર દેશમાં વિભિન્ન મીડિયા પ્લેટફોર્મ દ્વારા સ્વીકૃત કરવામાં આવી છે અને તેની પ્રશંસા કરવામાં આવી છે, જે ઇકોસની સાલસતાનો પ્રસાર કરે છે.
મેનેજમેન્ટનું કર્મચારીઓ સાથેનું મૈત્રી પૂર્ણ વલણ અને નેતૃત્વ ઇકોસને તેના કર્મચારીઓ માટે કારકિર્દીની શોધ માટે યોગ્ય સ્થળ બનાવે છે. દિવ્યાંગ કર્મચારીઓ માટેનું વિશેષ તાલિમ સેટઅપ્સ તેની સેવાઓમાં દિવ્યાંગતાના કોઇ દેખાતા પ્રભાવ વિના સેવાઓમાં અપવાદ રૂપ બનાવે છે.