Western Times News

Gujarati News

ઇગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની બીજી ટેસ્ટ માટે ૧૮ હજાર દર્શકોને મંજૂરી

એજબેસ્ટન: ઇગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાનારી બીજી ટેસ્ટમાં પ્રતિદિન ૧૮ હજાર દર્શકોને મેચ જાેવા આવવાની મંજૂરી આપવામાં આવશે,કારણ કે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને પસંદગી કરવામાં આવી છે. આ સ્ટેડિયમની ક્ષમતાના ૭૦ ટકા હશે.એજબેસ્ટન ક્રિકેટ સ્ટેડિયમના પ્રશાસને ટવીટર પર જણાવ્યું હતું કે એજબેસ્ટન ટેસ્ટ મેચને અંદાજ લગાવવા માટે સ્પર્ધા માટે પસંદ કરવામાં આવ્યું છે.

અમે પ્રતિદિન ૧૮ હજાર દર્શકોને મેજબાની કરીશું.ટિકિટ ગ્રાહકોને ઇમેલ દ્વારા આગણની બાબતોની જાણકારી આપવામાં આવશે.
પરીક્ષણ માર્ગદર્શિકા અને સામાજિક અંતર ઉપરાંત, કોવિડ -૧૯ સંબંધિત અન્ય માર્ગદર્શિકાઓનું પણ આ પ્રોજેક્ટ દ્વારા આકલન કરવામાં આવશે. સરકારના નિયમો અનુસાર ગ્રાહકોએ ૨૪ કલાક પહેલા આવેલી એનએચએસ રેપિડ લેટરલ ફ્લો ટેસ્ટ દ્વારા કોવિડ -૧૯ નું રિપોર્ટ બતાવવું પડશે. બધા ટિકિટ ગ્રાહકો ૧૬ વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવા જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.