ઇગ્લેન્ડ અને સ્પેનમાં લોકડાઉનની વિરૂધ્ધ હિંસક પ્રદર્શન
વોશિંગ્ટન, દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો ૪.૬૪ કરોડને પાર થયો છે જયારે મૃતકોની સંખ્યા ૧૨ લાખથી વધુ થઇ ગઇ છે.આ દરમિયાન સંક્રમણના વધતા મામલા પર અંકુશ લગાવવા માટે ઇગ્લેન્ડ અને સ્પેનમાં એક અઠવાડીયના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે બંન્ને દેશોમાં લોકડાઉન વિરોધી પ્રદર્શનકારીઓએ તેના વિરૂધ્ધ પ્રદર્શન કર્યા અને આ દરમિયાન પોલીસની સાથે હિંસક અથડામણ થઇ જેમાં અનેક લોકોને ઇજા થઇ હોવાના અહેવાલો છે.
રિપોર્ટ અનુસાર સ્પેનમાં પ્રદર્શનકારીઓને જયારે સુરક્ષા દળોએ હટાવવાનો પ્રયાસ કર્યો તે આ હિંસા પર ઉતરી આવ્યા આ દરમિયાન પોલીસે રબરની ગોળીઓ ચલાવી સ્પેનમાં છ મહીનાનું કટોકટી પહેલાથી જ લાગુ છે પરંતુ સંક્રમણની બીજી લહેરને જાેતા સરકારે ગત મહીનામાં આપેલ ઢીલ પાછી લઇ લીધી હતી અને લોકડાઉનની જાહેરાત કરી હતી જયારે બ્રિટેનના વડાપ્રધાને વિરોધ પક્ષાની નારાજગીને દરકિનારે કરતા બીજુ લોકડાઉન કરવાની જાહેરાત કરી દેશમાં અનેક ભાગોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા થઇ બીજી તરફ ઓસ્ટ્રિયામાં પણ ચાર અઠવાડીયા માટે આંશિક લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી જે મંગળવારથી પ્રભાવી થશે.
ફ્રાંસમાં કોરોના મહામારીની બીજી લહેર પર અંકુશ મેળવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રાષ્ટ્રપતિ મૈક્રો ઇમેનુએલે જાહેરાત કરી કે દેશમાં બીજીવાર લાગી રહેલ લોકડાઉન એક ડિસેમ્બર સુધી પ્રભાવી રહેશે ફ્રાંસમાં સાત મહીનામાં બીજીવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે.આ દરમિયાન લોકોની અવરજવર પર પણ સખ્ત પ્રતિબંધ રહેશે.
જાે કે લોકો જરૂરી કામ આરોગ્ય આવશ્યક પારિવારિક જરૂરીયાતો કે ઘરની પાસે વ્યાયામ માટે જ બહાર જઇ શકશે બીજા દૌરમાં લોકડાઉનમાં સ્કુલ અને મોટા ભાગનો કારોબાર ખુલ્લો રહેશે જયારે સામાન્ય જનજીવન પર અનેક પ્રતિબંધ લગાવવાની સાથે બાર રેસ્તરાં અને સિનેમાહોલ બંધ રહેશે બ્રિટેનમાં પણ કેસો વધતા ચાર અઠવાડીયા માટે લોકડાઉની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન બિન આવશ્યક સેવાઓ અને મનોરંજન કે આતિથ્ય સેવા વાળા સ્થળ જેવા કે રેસ્તરાં,બાર અને પબ બંધ રહેશે. ઓસ્ટ્રિયાએ ચાર અઠવાડીયા માટે આંશિક લોકડાઉન જારી કર્યું છે.HS