ઇઝરાયલે કોવિડ-૧૯ સામે બાળકોના રસીકરણને મંજૂરી આપી

નવીદિલ્હી, ઈઝરાયલે પાંચથી ૧૧ વર્ષની વયના બાળકો માટે કોવિડ-૧૯ વિરોધી રસીને મંજૂરી આપી છે. ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલયે આ ર્નિણય લીધો છે.
ઇઝરાયેલ પુખ્ત અને કિશોરવયની વસ્તી માટે વ્યાપક રસીકરણ અભિયાન શરૂ કરનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક હતો. તેણે આ ઉનાળામાં રસીના વધારાના ડોઝ રજૂ કરવા માટે એક વિશાળ ઝુંબેશ પણ શરૂ કરી હતી અને આમ કરનાર તે પ્રથમ દેશ હતો.
નિષ્ણાતોનું કહેવું છે કે ઇઝરાયેલના ઝડપી રસીકરણના પ્રયાસોને કારણે કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાયો અને તેના ડેલ્ટા સ્વરૂપના પ્રકોપને પણ નિયંત્રિત કરી શકાય છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયના મહાનિર્દેશક ડૉ. નચમન એશે બાળકોને Pfizer/BioNtechની રસી આપવા માટે નિષ્ણાત સલાહકારોની ભલામણનો સ્વીકાર કર્યો છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના સલાહકારો માને છે કે રસીના ફાયદા જાેખમો કરતા ઘણા વધારે છે.મંત્રાલયે કહ્યું કે રસીકરણ અભિયાન શરૂ કરવાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.SSS