ઇઝરાયેલમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના વિરોધમાં લોકો માર્ગો ઉપર ઉતર્યા
યરૂશલમ, ઇઝરાયેલના પાટનગર યરૂશલમમાં નવા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો વિરોધ શરૂ થઇ ગયો છે. કેન્દ્રીય યરૂશલમમાં હજારો ઇઝરાયેલીઓએ વડાપ્રધાન બેજામિન નેતાન્યહૂના સત્તાવાર નિવાસની બહાર સાપ્તાહિક વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત ઇઝરાયેલના વાણિજિયક કેન્દ્ર તેલ અવીવમાં ૧૦૦થી વધુ પ્રદર્શનકારીઓએ માર્ગો ઉપર ઉતરી પ્રદર્શન કર્યું અને પ્રતિબંધ છતાં પ્રાર્થના સ્થળો પર કચરો સળગાવ્યો હતો. એ યાદ રહે કે ઇઝરાયેલમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સરકારે બીજીવાર રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવ્યું છે જેનો અહીં જબરજસ્ત વિરોધ થઇ રહ્યો છે ઇઝરાયેલ જ નહીં બ્રિટનમાં પણ નવા પ્રતિબંધોનો જબરજસ્ત વિરોધ થઇ રહ્યો છે. લંડનમાં અનેક જગ્યાઓ પર પ્રદર્શનકારી અને પોલીસ વચ્ચે અથડામણ પણ થઇ છે.
જાે કે કોરોના વાયરસના પ્રસારણને ધ્યાનમાં રાખી પ્રદર્શનકારીઓને એક જગ્યાએ એકત્રિત થવાની મંજુરી આપવામાં આવી નથી પરંતુ પ્રદર્શનકારીઓએ પ્રશાસનના નિયમનોને કિનારે કરી દીધા હતાં અને હજારો ઇઝરાયેલીઓએ ભીષણ ગરમી છતાં પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પ્રદર્શન દરમિયાન શારિરીક નિયમોની ઉપેક્ષા કરવામાં આવી હતી પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને કોરોના વાયરસના પ્રસાર માટે જવાબદાર ઠેરવ્યા હતાં તેમણે નેતન્યાહૂના રાજીનામાની માંગ કરી અને સરકારની વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં એ યાદ રહે કે ગત અઠવાડીયે કોરોના વાયરસના પ્રસારણના કારણે ઇઝરાયેલ સરકારે બીજીવાર લોકડાઉન શરૂ કર્યું છે તેનો વિરોધ થઇ રહ્યો છે. પ્રતિબંધોના વિરોધમાં લંડનમાં પણ ભારે વિરોધ પ્રદર્શન થયા છે લંડન પોલીસે કહ્યું કે આ દરમિયાન ૩૨થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.જયારે વિરોધ પ્રદર્શન દરમિયાન બે સુરક્ષા કર્મચારીઓને પણ ઇજા થઇ છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે લંડન એક જાહેર આરોગ્ય સંકટની વચ્ચે ઉભુ છે આથી મોટી સંખ્યામાં એકત્રિત થવું જાેખમમાં મુકી શકે છે આમ છતાં પ્રદર્શનકારીઓ એકત્રિત થયા હતાં.HS