Western Times News

Gujarati News

ઇઝી ટ્રિપ પ્લાનર્સનો IPO 8 માર્ચ, 2021ને સોમવારે ખુલશે

બિડ/ઇશ્યૂ 8 માર્ચ, 2021ને સોમવારથી 10 માર્ચ, 2021ને બુધવાર સુધી ખુલ્લો રહેશે

મુંબઈ, બુધવાર, 03 માર્ચ, 2021: ઇઝી ટ્રિપ પ્લાનર્સ લિમિટેડ (“કંપની”) ભારતમાં 31 ડિસેમ્બર, 2020 સુધી પૂર્ણ થયેલા નવ મહિનાના ગાળામાં બુકિંગ વોલ્યુમની દ્રષ્ટિએ કી ઓનલાઇન ટ્રાવેલ એજન્સીઓ વચ્ચે બીજું સ્થાન ધરાવતી અને નાણાકીય વર્ષ 2019-20માં બુકિંગની કુલ આવકની દ્રષ્ટિએ ભારતમાં કી ઓનલાઇન ટ્રાવેલ એજન્સીઓમાં ત્રીજું સ્થાન ધરાવે છે. Easy Trip Planners Limited IPO Offering Bid/ Issue Period to open on Monday, March 8, 2021

(સ્તોત્રઃ “એસેસ્સમેન્ટ ઓફ ઓટીએ ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા” ફેબ્રુઆરી, 2021 (“ક્રિસિલ રિપોર્ટ”) ક્રિસિલ લિમિટેડના ડિવિઝન ક્રિસિલ રિસર્ચ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને ઇશ્યૂ થયો હતો). ક્રિસિલના રિપોર્ટમાં ‘કી ઓનલાઇન ટ્રાવેલ એજન્સીઓ’નો સંદર્ભ બુકિંગની કુલ આવક અને કાર્યકારી આવકને આધારે મુખ્ય કંપનીઓ સાથે છે.

આ માટે કંપનીએ નવી દિલ્હીમાં નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી અને હરિયાણામાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (“આરઓસી”) સમક્ષ 28 ફેબ્રુઆરી, 2021ના રોજ રજૂ કરેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“આરએચપી”)નું પાના નંબર 126 પર “ઇન્ડસ્ટ્રી ઓવરવ્યૂ – કોમ્પિટિટિવ એસેસ્સમેન્ટ ઓફ ઓટીએ ઇન ઇન્ડિયા – કી ઓબ્ઝર્વેશન્સ” જુઓ. કંપની એના દરેક રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર્સ”)ની ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ)ના સંબંધમાં બિડ/ઇશ્યૂ 08 માર્ચ, 2021ને સોમવારે ખુલશે. બિડ/ઇશ્યૂનો ગાળો 10 માર્ચ, 2021ને બુધવારે પૂરો થશે.

ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 186થી રૂ. 187 નક્કી કરવામાં આવી છે.

ઇશ્યૂમાં એના રૂ. 5,100 મિલિયન સુધીના ઇક્વિટી શેરની ઇનિશિયલ પબ્લિક ઓફર (“ઓફર”) સામેલ છે, જેમાં શ્રી નિશાંત પિટ્ટી દ્વારા રૂ. 2,550 મિલિયન સુધીના તથા શ્રી રિકાંત પિટ્ટી દ્વારા રૂ. 2,550 મિલિયન સુધીના વેચાણની ઓફર સામેલ છે (શ્રી નિશાંત પિટ્ટી સાથે સંયુક્તપણે “પ્રમોટર વિક્રેતા શેરધારકો”). બિડ લઘુતમ 80 ઇક્વિટી શેર અને પછી 80 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

ઓફર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018ના નિયમન 31, જેમાં  સમયેસમયે  થયેલા સુધારા (“સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ”)સાથે સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957ના રુલ 19(2)(બી)ને વાંચીને કરવામાં આવી છે. ઓફર સેબી આઇસીડીઆરના નિયમન 6(2)નું પાલન કરીને બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે,

જેમાં ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો ક્વોલિફાઇડ બાયર્સ (“ક્યુઆઇબી” અને આ પ્રકારનો પોર્શન “ક્યુઆઇબી પોર્શન”)ને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં શરત એ છે કે, કંપની અને પ્રમોટર વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચાવિચારણા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા હિસ્સો વિવેકને આધારે એન્કર રોકાણકારોને ફાળવી શકે છે (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”). એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો મહત્તમ એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો માટે અનામત રાખવામાં આવશે,

જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારોને થયેલી ફાળવણીની કિંમતે કે એનાથી વધારે કિંમતે (“એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇસ”) પ્રાપ્ત માન્ય બિડ્સ મળવાને આધિન છે. ઉપરાંત ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઇબી (એન્કર રોકાણકારો સિવાય)ને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે. જો ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો ક્યુઆઇબીને ફાળવી નહીં શકાય,

તો કંપનીને પ્રાપ્ત થયેલી બિડની રકમ રિફંડ કરવામાં આવશે. વળી, સેબી આઇસીડીઆર નિયમનોને સુસંગત રીતે ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સ (“બિન-સંસ્થાગત રોકાણકારનો હિસ્સો”)ને તથા ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સ (“રિટેલ પોર્શન”)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર કિંમત પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે.

આ ઓફરમાં ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ (“બીએસઇ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઇ”, સંયુક્તપણે બીએસઈ સાથે “સ્ટોક એક્સચેન્જીસ”) પર થશે. ઓફરના ઉદ્દેશ માટે એનએસઇ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.