ઇટાલીઃ કોરોના કહેર વચ્ચે લાશોના ઢગલા થઇ ગયા છે

Files photo
૨૪ કલાકમાં ૪૨૬ના મોત થયા: સ્થિતીને પહોંચી વળવા માટે ૨૪ કલાક દફનવિધી જારી: સેના બોલાવવા ફરજ
રોમ, યુરોપના ઇટાલીમાં કોરોના વાયરસે સૌથી વધારે હાહાકાર મચાવી દીધો છે. કોરોના કારણે હવે લાશોના ઢગલા થઇ ગયા છે. સ્થિતિને પહોંચી વળવા માટે ૨૪ કલાક સુધી દફનવિધી ચાલી રહી છે. સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઇ ગઇ છે. બેરગામોમાં સૌથી વધારે લોકો પ્રભાવિત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં મોતનો આંકડો વધીને ૪૨૭ થઇ ગયો છે. ઇટાલીમાં મોતનો આંકડો વધીને ૩૪૦૫ સુધી પહોંચી ગયો છે. ઇટાલીમાં એક્ટિવ કેસોની સંખ્યા ૩૩૧૯૦ સુધી પહોચી ગઇ છે.
હવે સ્થિતિને પહોંચી વળવા માટે સેનાને બોલાવવા માટેની ફરજ પડી રહી છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થતા ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. ઇટાલીમાં કોરોના પિડિત લોકોના મૃત્યુદરને લઇને મોટા પ્રશ્નો થઇ રહ્યા છે. ઇટાલીમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. વસ્તીમાં મોટા ભાગના લોકો મોટી વયના લોકો રહેલા છે. ટેસ્ટિંગમાં કમીના કારણે મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. યુરોપના મોટા ભાગના દેશો હવે કોરોનાના વિકરાળ સકંજામાં આવી રહ્યા છે.
દરરોજ નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. ઇટાલીમાં ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓની સંખ્યા હવે ચીન જેટલી થઇ ગઇ છે. ચીનમાં સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે પરંતુ ઇટાલીમાં મોતનો આંકડો અને કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ઇટાલીમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે દુનિયામાં સૌથી વધારે ખરાબ હાલત ઇટાલીની થઇ છે. વિશ્વ યુદ્ધ દરમિયાન પણ આટલી મોટી સંખ્યામાં લોકોના મોત એક દિવસમાં થયા ન હતા. ઇટાલીમાં સતત બે દિવસમાં રેકોર્ડ સંખ્યામાં લોકોના મોત થયા છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એક દિવસમાં સરેરાશ ૨૦૭ લોકોના મોત થયા હતા.
કોરોના વાયરસની સૌથી વધારે અસર હાલમાં ઇટાલીમાં જાવા મળી રહી છે. કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસનો કાળો કેર દુનિયાના ૧૬૬ દેશોમાં જારી રહ્યો છે. સૌથી વધારે હાલત હવે ઇટાલીમાં ખરાબ થઇ રહી છે. બીજા વિશ્વ યુદ્ધ પહેલી સપ્ટેમ્બર ૧૯૩૯થી શરૂ થયા બાદ બીજી સપ્ટેમ્બર ૧૯૪૫ સુધી ચાલ્યું હતું. એટલે કે છ વર્ષ સુધી આ વિશ્વ યુદ્ધ ચાલ્યું હતું. આ ગાળા દરમિયાન ઇટાલીમાં ૪૫૪૬૦૦ લોકોના મોત થયા હતા. એટલે કે એક દિવસમાં ૨૦૭ લોકોના મોત એ ગાળા દરમિયાન થયા હતા પરંતુ કોરોનાથી આના કરતા વધુ લોકોના મોત થઇ રહ્યા છે. કોરોના વાયરસના કારણે સ્થિતિમાં હાલમાં કોઇ સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. ઇટાલીમાં હવે ચીન કરતા પણ વધારે ખરાબ હાલત જોવા મળી રહી છે. મોતનો આંકડો પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે.