ઇટાલીમાં કોરોના વાયરસથી હાહાકાર: ચીનથી પણ વધું મોત થયા
નવી દિલ્હી, કોરોના વાયરસનાં ચેપથી ઇટાલીમાં સ્થિતિ કફોડી થઇ છે અને આ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે, નવા આંકડા મુજબ કોરોના વાયરસનાં કારણે ચીનથી પણ વધું મોત નોંધાયા છે. એક અહેવાલ મુંજબ છેલ્લા 24 કલાકમાં 427 લોકોનાં મોત થઇ ચુક્યા છે,ત્યાર બાદ વાયરસનાં કારણે ઇટાલીમાં મૃતકોનોં આ કુલ આંક 3405 સુંધી પહોંચી ગયો છે, જ્યારે ચીનમાં ચેપનાં કારણે કુલ 3,245 લોકોનાં મોત થયા છે. આશ્ચર્યની વાત એ છે કે કોરોનાનો વાયરસ ચીનમાં ફેલાયો, ચીને પોતાના નવા ચેપગ્રસ્ત કેસ પર કાબુ મેળવવા માટે લીધો છે, પરંતું દુનિયાનાં અન્ય દેશો ચેપનાં કેસ પર કાબું નથી મેળવી શકતા,ચીનથી ફેલાતા કોરોના વાયરસનાં કારણે હવે ઇટાલીમાં સૌથી વધું મોત થવાનાં કેસ દુનિયામાં ચિંતા વધારી છે.
યુરોપિયન દેશોમાં કોરોના વાયરસ પર નિયંત્રણ લેવા માટે ઝઝુમી રહ્યા છે, ત્યાં જ ચીનમાં એ હદ સુંધી કાબુ મેળવી લેવામાં આવ્યું છે કે નવા કેસ સામે આવ્યા નથી. ત્યાંજ ઇટાલીનાં વહીવટી તંત્ર દ્વારા કોરોનાનાં ચેપ અંગે ગુરૂવારે જણાવવામાં આવ્યું કે કોરોના વાયરસનાં ચેપનાં કેસ 35,713થી વધીને 41,035 થઇ ચુક્યા છે. ઇટાલીમાં ચેપનાં નવા કેસમાં 15 ટકા વધારો થયો છે. ઇટાલીમાં લોક ડાઉનની ઘોષણા થઇ ચુકી છે, ઇટાલીની જેમ ફ્રાંસ, અને જર્મનીએ પણ પોતાના ત્યાં લોક ડાઉનની જાહેરાત કરી છે, સરકારે લોકોને અપીલ કરી રહી છે કે તે સામાજીક રીતે એકબીજાથી અલગ રહીને ચેપને ફેલાતો રોકી શકાય છે.