ઇટાલીમાં કોરોના વાયરસ કાબુ બહારઃ લોકોમાં ભય
નવીદિલ્હી: યુરોપમાં કોરોના આંતક વધી રહ્યો છે.હવે સૌથી વધારે ખરાબ હાલતા ઇટાલીમાં થયેલી છે. ઇટાલીમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૨૩૩ નવા કેસો સપાટી પર આવતા સામાન્ય લોકોની દહેશત અકબંધ રહી છે. સાથે સાથે ઇટાલીમાં કોરોના વાયરસ હવે બેકાબુ છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ ઇટાલીમાં ૩૪૯ લોકોના મોત થઇ ગયા છે. આની સાથે જ ઇટાલીમાં મોતનો આંકડો છેલ્લા ચાર દિવસથી ખુબ ઝડપથી વધીને હવે ૨૧૫૮ સુધી પહોંચી ગયો છે. ઇટાલીમાં ૧૮૫૧ લોકો હજુ ગંભીર સ્થિતિમાં છે.
જેથી મોતનો આંકડો વધી શકે છે. એÂક્ટવ કેસોની સંખ્યા ૨૩૦૭૩ સુધી પહોંચી ગઇ છે. ઇટાલીમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે દુનિયામાં સૌથી વધારે ખરાબ હાલત ઇટાલીની થઇ છે. વિશ્વ યુદ્ધ દરમિયાન પણ આટલી મોટી સંખ્યામાં લોકોના મોત એક દિવસમાં થયા ન હતા. ઇટાલીમાં સતત બે દિવસમાં રેકોર્ડ સંખ્યામાં લોકોના મોત થયા છે. શનિવારના દિવસે એક દિવસમાં ૨૫૦ લોકોના મોત થયા હતા. ત્યારબાદ રવિવારના દિવસે ૩૬૮ લોકોના મોત થયા હતા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એક દિવસમાં સરેરાશ ૨૦૭ લોકોના મોત થયા હતા. કોરોના વાયરસની સૌથી વધારે અસર હાલમાં ઇટાલીમાં જાવા મળી રહી છે.
કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસનો કાળો કેર દુનિયાના ૧૬૨ દેશોમાં જારી રહ્યો છે. સૌથી વધારે હાલત હવે ઇટાલીમાં ખરાબ થઇ રહી છે. બીજા વિશ્વ યુદ્ધ પહેલી સપ્ટેમ્બર ૧૯૩૯થી શરૂ થયા બાદ બીજી સપ્ટેમ્બર ૧૯૪૫ સુધી ચાલ્યું હતું. એટલે કે છ વર્ષ સુધી આ વિશ્વ યુદ્ધ ચાલ્યું હતું. આ ગાળા દરમિયાન ઇટાલીમાં ૪૫૪૬૦૦ લોકોના મોત થયા હતા. એટલે કે એક દિવસમાં ૨૦૭ લોકોના મોત એ ગાળા દરમિયાન થયા હતા પરંતુ કોરોનાથી આના કરતા વધુ લોકોના મોત થઇ રહ્યા છે. કોરોનામાં હજુ પણ ગંભીર દર્દીઓની સંખ્યા હજારોમાં છે
જેથી મોતનો આંકડો ચીનની નજીક પણ પહોંચે તેવી દહેશત દેખાઈ રહી છે. જાપાનમાં પણ કોરોના વાયરસના કારણે ભારે દહેશત છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. હોંગકોગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, મલેશિયા અને જર્મની સહિતના દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે.જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે. ઇટાલી હાલમાં સૌથી વધારે પ્રભાવિત દેશો પૈકી એક તરીકે રહેલુ છે.