ઇટાલી : કોરોનાથી એક જ દિનમાં ૩૬૮ લોકોના મોત
નવીદિલ્હી: ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસનો આતંક હવે ઇટાલીમાં સૌથી વધારે જાવા મળી રહ્યો છે. સમગ્ર દુનિયાના દેશો તેના સકંજામાં આવી રહ્યા છે. જા કે હવે ઇટાલી કોરોનાના નવા સ્થળ તરીકે છે. પહેલા તેનુ કેન્દ્ર એશિયાના ચીન રહ્યા બાદ હવે યુરોપના ઇટાલી તેના કેન્દ્ર તરીકે છે. ઇટાલી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. હેરાનીવાળી બાબત એ છે કે ઇટાલીમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારે તમામ રેકોર્ડ તોડી દીધા છે. એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોત પહેલા ક્યારેય થયા ન હતા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પણ આટલી મોટી સંખ્યામાં લોકોના મોત એક દિવસમાં થયા ન હતા. ઇટાલીમાં સતત બે દિવસમાં રેકોર્ડ સંખ્યામાં લોકોના મોત થયા છે.
શનિવારના દિવસે એક દિવસમાં ૨૫૦ લોકોના મોત થયા હતા. ત્યારબાદ રવિવારના દિવસે ૩૬૮ લોકોના મોત થયા હતા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એક દિવસમાં સરેરાશ ૨૦૭ લોકોના મોત થયા હતા. ઇટાલી કોરોના વાયરસ માટે ચીની શહેર વુહાન બનવા તરફ છે. પહેલા કોરોના કારણે મુખ્ય કેન્દ્ર તરીકે ચીન રહ્યા બાદ હવે ઇટાલી મુખ્ય કેન્દ્ર છે. આવી જ રીતે ચીનમાં Âસ્થતીમાં સુધારો થઇ રહ્યો છે. ચીનમાં નવા કેસો અને મોતનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. જે સંકેત આપે છે કે ચીનમાં કોરોના પર અંકુશ મુકવામાં હવે સફળતા મળી રહી છે. જે ત્યાંના લોકો માટે મોટી રાહતની બાબત છે. કોરોના વાયરસની સૌથી વધારે અસર હાલમાં ઇટાલીમાં જાવા મળી રહી છે.