ઇડરના કડિયાદરા રોડ પર કાર અને રીક્ષા અથડાયા ૩ના મોત
હિંમતનગર, રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ છાશવારે બની રહી છે ત્યારે ઈડરનો કડિયાદરા રોડ આજે ફરી એકવખત ગમખ્વાર અકસ્માત થયો છે.જેમાં ત્રણ લોકોના મોત નિપજયાં છે.
મળતી જાણકારી પ્રમાણે,ઇડરના કડિયાદરા રોડ પર ઇકો કાર અને રીક્ષા ધડાકાભેર અથડાયા હતા. આ બનાવને પગલે આસાપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. અકસ્માતને પગલે ૩ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા તો ૬ લોકોને ઈજા થતાં તેમને નજીકના દવાખાને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.મૃતકોમાં બે બાળકો અને એક પુરૂષનો સમાવેશ થાય છે.
આ અકસ્માતમાં બે મહિલા , એક પુરુષ ,બે બાળકોને ઇજા પામી હોવાનું સામે સામે આવ્યું છે. તો બનાવ અંગે જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.HS