ઇડરના નેત્રામલી અને ડુંગરી ગામના વિધાર્થીએ ૪૮ કલાક નોન સ્ટોપ સ્કેટીંગ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન પ્રાપ્ત કર્યું
નેત્રામલી : ઇડર નવગામ લેઉવા પાટીદાર સમાજના નેત્રામલી અને ડુંગરી ગામના ( હાલ- અંકલેશ્વર) વિધાર્થીઓ હિમાંશુ ચેતનભાઈ પટેલ અને ક્રિશ પિનાકીનભાઈ પટેલ બંને વિધાથીર્ઓએ કર્ણાટકના બેલગાંવ ખાતે સેવા ગંગા સ્કેટીંગ રોલર ક્લબમાં યોજાયેલી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જ્યાં સતત ૪૮ કલાક સુધી સ્કેટીંગ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવી સમાજનું નામ રોશન કરેલ છે.
કર્ણાટકના બેલગાંવ ખાતે સેવા ગંગા સ્કેટીંગ રોરલ ક્લબ ખાતે રાષ્ટ્રીય કક્ષાએ નોન સ્ટોપ સ્કેટીંગ સ્પર્ધામાં તારીખ ૩૧ ઓક્ટોબર થી ૩ નવેમ્બર ૨૦૧૯ સુધી યોજાઈ હતી. જેમાં દેશભરમાંથી આવેલા સ્પર્ધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. જેમાં નેત્રામલી અને ડુંગરીના હિમાંશુ પટેલ તેમજ ક્રિશ પટેલ ભાગ લઇ અન્ય સ્પધૅકોની સાથે ૪૮ કલાક સુધી નોનસ્ટોપ સ્કેટીંગ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ માં સ્થાન મેળવ્યું હતું. ચાર દિવસ પહેલાજ ગિનિસ બુક ઓફ વર્લ્ડના સર્ટીફીકેટ મળતાં પરિવાર તથા પાટીદાર સમાજનુ ગૌરવ વધારેલ છે.