ઇડરના રતનપુર ગામે GEBમાં એપ્રેન્ટીસ કરતાં યુવાનનું કરંટ લાગતા મોત
નેત્રામલી: ઇડર તાલુકાના રતનપુર ગામે જી.ઈ.બી ની મેઇન્ટેન્સ ની કામગીરી ચાલુ હતી તે સમય દરમિયાન જીઇબી માં એપ્રેન્ટીસ કરતો રતનપુર ગામનો યુવાન વણકર પ્રહલાદ ભાઈ બાબુભાઈ વીજ થાંભલા ઉપર કામગીરી માટે ચડેલો હતો તે સમય દરમ્યાન લાઇનમા વીજપ્રવાહ ચાલુ હોય હાથ લાઇન ઉપર લાગતાં કરંટનો ઝટકો લાગતાં થાંભલા ઉપરથી નીચે જમીન ઉપર પડતાં યુવાનનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતું . ધટનાની જાણ જીઇબી ના અધિકારીઓ અને પોલીસ ને થતાં ધટના સ્થળે પહોંચી તપાસ કરી યુવાન ની લાશને પોસ્ટમોર્ટમ માટે ઇડર સિવિલમાં મોકલી આપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી છે