ઇડરમાં રૂ. ૧૬૧૫૦/-ના મુદ્દામાલ સાથે જુગાર રમતા આઠ શકુની ઝડપાયા
(પ્રતિનિધિ) નેત્રામલી : દિવાળી ના તહેવારો નજીક માં આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠા પોલીસ વડા ચૈતન્ય મંડલીક સાહેબ તથા ઈડર વિભાગના નાયબ પો.અધિ. ડી.એમ.ચૌહાણે પ્રોહીબિશન તથા જુગારની બંદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલી છે જે આધારે ઈડર પી.આઈ. એમ.એમ.સોલંકી તથા સ્ટાફના માણસો સતત વોચ તથા પેટ્રોલિંગમા કાયૅરત રહેલ છે
ત્યારે બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો ઈડર રેલ્વે ફાટકથી અંદર, લેથવાલા કોમ્પ્લેક્સ પાછળ બાવળની ઝાડીમાં ખુલ્લી જગ્યામા રેઇડ કરી જુગાર રમતા (૧) કુન્દનકુમાર કાલુસિંહ ભોઈ રહે. મદરૌની પછિયારિતલ મદુઈ, ભાગલપુર રંગચોક બિહાર (૨) અજયકુમાર મહેશ્ર્વરસિંહ ભોઈ ભાગલપુર બિહાર (૩) સિન્ટુ સિતલસિંહ ભોઈ ભાગલપુર બિહાર (૪) ધમૅન્દ્રસિહ રામજીસિહ ભોઈ બિહાર (૫) રોહિતકુમાર લડુભાઈ મંડલ ભાગલપુર બિહાર
(૬) અંકિતકુમાર દિનેશસિહ ભોઈ બિહાર (૭) સનોજકુમાર શક્તિસિહ ભોઈ બિહાર (૮) પરમાનંદ દશરથ પાસવાન ભાગલપુર બિહાર તમામ હાલ રહે ઈડર લેથવાલા કોમ્પ્લેક્સની પાછળ જોગીજી વણઝારાના મકાનમાં તા ઈડર જી.સાબરકાંઠાને કુલ રૂ ૧૬,૧૫૦ ના મુદ્દામાલ સાથે પકડિ ઈડર પોલીસ સ્ટેશને સેકન્ડ ગુ.ર.નં ૩ ૨૦૨/૧૯ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોધી આગળની વધુ તપાસ કરી રહ્યા છે.*