ઇડર એસ.ટી. ડેપોમા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી
નેત્રામલી: ૭૪ માં સ્વતંત્રતા પર્વ ની ઈડર ડેપો ખાતે ડેપો મેનેજર સાહેબ શ્રી ડી. એમ. ખરાડી સાહેબ ના અધ્યક્ષસ્થાને ધામધૂમ પૂર્વક ઉજવણી કરી, સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ સમાપન કરવામાં આવ્યું.આ પ્રસંગે સ્ટેન્ડ ઇન્ચાર્જ એ.ટી.આઇ શ્રી વી. ડી. વાઘેલા સાહેબ, એ.ટી.આઇ શ્રી એન. એન. નાયક સાહેબ તથા ત્રણે યુનિયન ના પ્રતિનિધી ઓ તેમજ ડ્રાયવર – કંડકટર અને મિકેનિક સ્ટાફ તથા એ.ડી. સ્ટાફ ના સભ્યો હાજર રહેલ.
વિશેષમાં ડેપો ખાતે ફરજ બજાવતા ડ્રાયવર શ્રી રતિલાલ પરમાર દ્વારા ડેપો ખાતે વિશ્વ વિભૂતિ ડૉ બાબાસાહેબ આંબેડકર ના બે ફોટા અર્પણ કરવા મા આવ્યા. જે ડેપો મેનેજર સાહેબ શ્રી અને બંને એ.ટી.આઇ ઓ દ્વારા આનવરણ કરી ને સ્થાપિત કરવામાં આવ્યા. જે આજના દિવસે સમગ્ર એસટી પરિવાર માટે એક ગૌરવ સ્વરૂપ પ્રસંગ છે.