ઇડર તાલુકાના ઇસરવાડા, મેસણ અને નવા રેવાસ ગામેથી અજગર પકડાયા
નેત્રામલી: ઇડર તાલુકાના ઇસરવાડા ગામેથી ફોરેસ્ટ વિભાગને માહિતી આપવામાં આવી કે ઇસરવાડા ગામના અેક ઝાડ પર અજગર વિટાયેલો છે. ત્યારે ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક ઇસરવાડા ગામે વનરક્ષક શૈલેષભાઇ દેસાઇ સ્ટાફ સાથે પહોંચી ઝાડ ઉપરના અજગરનુ રેસ્ક્યુ કરી નીચે ઉતારી પકડી લીધો હતો
આ મહાકાય અજગર ની લંબાઇ ૧૩ ફૂટ હતી. જ્યારે મેસણ ગામના પટેલ રેવાભાઇ તેમના ખેતરના કુવામા અજગર હોવાની જાણ થતા તેમને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોચી કુવામાથી અજગરનુ રેસ્ક્યુ કરાવવામાં આવેલું અજગર ૧૦ ફૂટનો હતો તેવીજ રીતે નવા રેવાસ ગામેથી પટેલ હાદિૅકભાઇ ના ખેતરમાંથી ૧૦ ફૂટ લાબો અજગર ફોરેસ્ટ વિભાગ ધ્વારા પકડી જંગલમાં સહીસલામત છોડિ મુકવામાં આવ્યો હતો