ઇડર તાલુકાના ગોકુલપુરા ગામેથી ૯ ફૂટનો અજગર પકડાયો
નેત્રામલી: ઇડર તાલુકાના ગોકુલપુરા ગામે આવેલા અમૃતભાઇ પટેલના ખેતરમાં અજગર હોવાની જાણ થતા અમૃતભાઇ તરત ફોરેસ્ટ વિભાગે જાણ કરતા ફોરેસ્ટ વિભાગના શૈલેષભાઇ દેસાઇ તથા ડ્રાઇવરે તાત્કાલિક ગોકુલપુરા ગામે પહોચી નવ ફૂટ લાબા મહાકાય અજગરને ભારે જહેમત બાદ પકડી જંગલમાં સહી સલામત છોડી દેવામા આવ્યો હતો.