ઇડર પાસે દરામલી હાઇવે રોડ ઉપર ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવી રસ્તો ચાલુ કરાયો
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) ઇડર પાસે વીતેલી રાતે વરસાદ અને પવનથી દરામલી રોડ ઉપર વિશાળ બાવળનું ઝાડ ધરાધાયી થઈને અકગો રસ્તો રોકીને પડ્યુ હતું જેને કારણે ઇડર-હિમતનગર અમદાવાદનો માર્ગ વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો જોતજોતામાં આ રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
દરમિયાન રાતના ૦ વાગે અમદાવાદથી આવતા ગંભીરપુરા જીવદયા ટીમના ઉપેન્દ્રસિંહ પરમાર, નરેશભાઈ.,કનુભાઈ અમદાવાદ હાઈવે રોડ ઉપર એક વિશાળ બાવળ નું ઝાડ પડ્યું હતો તેમણે જોયું કે રસ્તો આખો બંધ હતો ત્યાં એક આઈશર ગાડી પણ ફસાઈ હતી ત્યાં ઉભા રહી ટ્રાફિક ડાયવર્ઝન કરાવી પોલીસ આર એન બી હાઈવે વિભાગ. ફોરેસ્ટ વિભાગ ને જાણ કરી સૌ ની મદદ થી
એક કલાક ની મહેનત બાદ ઝાડ અને આઈશર ગાડી રોડ ની સાઇડ માં કરાવ્યા આજ રીતે દરેક જનતા કોઈ પણ જગ્યા એ જરૂરિયાત પ્રમાણે મદદ કરવા ઉભા રહે તો ગણા અકસ્માત થતા બચી શકે છે આવા સમયે સૌ સૌ સમજીને આવા સંજોગોમાં મદદરૂપ થવાની ભાવના ફરજ સમજીને કરવી જોઈએ એમ આ ટીમને બિરદાવતા લોકો જણાવી રહ્યા હતા.