ઇડર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપનું આયોજન
નેત્રામલી: સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીકની સુચના મુજબ તેમજ પોલીસ અધિક્ષકશ્રી ની કચેરીના FTP મેસેજ નંબર 157/ 19 આધારે પોલીસ અધિકારી /પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યોનું મેડિકલ ચેકઅપ કરવા અંગે ની સુચના મુજબ શ્રી ડી.એમ ચૌહાણ નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ ઇડરના ના માર્ગદર્શન હેઠળ ઇડર પોલીસ સ્ટેશન ખાતે આસ્થા સર્જીકલ હોસ્પિટલ ના ડો. નિકુંજ આર દવે (એમએસ) તથા ડોક્ટર અનિલ ચૌહાણ (md ) દ્વારા ઇડર પોલીસ સ્ટેશનના તમામ અધિકારીશ્રીઓ તથા તમામ પોલીસ પરિવાર સભ્યોનું ફ્રી હેલ્થ ચેકઅપ કરવામાં આવેલુ હતુ.