ઇડીએ શિવસેનાના વરિષ્ઠ નેતા અને પરિવહન મંત્રી અનિલ પરબને નોટિસ પાઠવી

મુંબઇ, શિવસેના અને ભાજપ વચ્ચે ટકરાવ દિન પ્રતિદિન વધી રહ્યો છે.ઇડીએ (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ટીમે શિવસેના સાંસદ ભાવના ગવલીના ઘરે દરોડા પાડ્યા હતા. ઈડીએ એ મની લોન્ડરિંગના એક કેસના સંદર્ભમાં આ કાર્યવાહી કરી છે. ઈડીએ એ યવતમાલ-વાશીમના સાંસદ સામે પોલીસમાં નોંધાયેલી ઈડી ના આધારે કાર્યવાહી કરી છે. ભાવના ગવલી પર મની લોન્ડરિંગ અને સરકારે જાહેર કરેલી ૧૪ કરોડની ગ્રાન્ટનો દુરુપયોગ કરવાનો આરોપ છે. અગાઉ રવિવારે જ ઇડીએ શિવસેનાના વરિષ્ઠ નેતા અને પરિવહન મંત્રી અનિલ પરબને નોટિસ પાઠવી હતી.
તેમને મની લોન્ડરિંગના અન્ય કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બોલાવવામાં આવ્યા છે. ભૂતકાળમાં ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આપેલા નિવેદનને કારણે ભાજપ અને શિવસેના સામસામે આવી ગયા હતા. એટલું જ નહીં, નારાયણ રાણેની પોલીસે મંગળવારે બપોરે ધરપકડ કરી હતી અને મોડી રાત્રે તેમને મહાડની કોર્ટે જામીન આપ્યા હતા. આ પછી પણ, બંને પક્ષો તરફથી ટકરાવની સ્થિતિ ચાલુ રહી છે હવે શિવસેનાના બે નેતાઓ સામે ઈડ્ઢ ની કાર્યવાહીથી બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો છે.
સંજય રાઉતે કહ્યું હતું કે ઇડીની નોટિસ અમારા માટે મેડલ જેવું છે. અમને માત્ર નોટિસ મળી છે, કેટલાક ડેથ વોરંટ મળ્યા છે. અમારા પરિવહન મંત્રી અનિલ પરબને ઇડી તરફથી અચાનક નોટિસ મળી. તે અમારા માટે મોટી વાત નથી. આ ડેથ વોરંટ નથી. આ અમારા માટે મેડલ છે. ઈડ્ઢ એ તેમાં શ્રેષ્ઠ અધિકારીને મૂક્યા છે. રાજકારણમાં કામ કરનારાઓને આવા પત્રો મળતો રહે છે.HS