Western Times News

Gujarati News

ઇડી જેલમાં બંધ રતુલ પુરી સાથે પૂછપરછ કરશે, કોર્ટે આપી પરવાનગી

નવીદિલ્હી, અગસ્તા વેસ્ટલેંડ મની લોન્ડ્રીંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે ઇડીને રતુલ પુરી પાસેથી પૂછપરછની પરવાનગી આપી છે. રતુલ પુરીના વકીલે કહ્યું કે તેમણે (રતુલ પુરે) ઇડીની પૂછપરછ કોઇ વાંધી નથી અને તેમાં પુરો સહયોગ કરશે. એમપીના સીએમ કમલનાથના ભત્રીજા રતુલ પુરી પાસેથી અગસ્તા વેસ્ટલેંડ કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રીંગ કેસમાં ત્રણ દિવસ પૂછપરછ કરશે. હાલ રતુલ પુરી તિહાલ જેલમાં બંધ છે. કોર્ટમાં ઇડી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં એક સાક્ષીનો ખતરો છે જે પ્રભાવિત થઇ શકે છે.

આ પહેલાં અમેરિકાના એક નાઇટ ક્લબમાં એક જ રાતમાંલ અગભગ ૮ કરોડ રૂપિયા કરવાના મામલે ઇડીએ પુરીને શંકાના દાયરામાં લેવામાં આવ્યા હતા. સાથે જ તેમના વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. દિલ્હી હાઇકોર્ટમાં ઇડીએ ૧૧૦ પેજની ચાર્જશીટમાં મોજર બીયર ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે જોડાયેલા ઘણા રાજના પર્દાફાશ કર્યા હતા. ઇડીએ કોર્ટમાં જણાવ્યું હતું કે કંપનીએ પોતાની એસોસિએટ કંપનીઓમાં ૮ હજાર કરોડનું રોકાણ કર્યું છે, જે મની લોન્ડ્રીંગના કાયદા વિરૂદ્ધ છે.

કંપનીએ પોતાના નામે લીધેલી લોને પોતાની સહયોગી બેંકોને ટ્રાંસફર કરીને વધુ મુસીબત માથે લઇ લીધી છે. હજારો સબ્સિડરી ખાતાધારકો પર લોનની રકમને ટ્રાંસફર કરી તે ઇડીને ખટકી રહ્યું છે. રતુલ પુરી પહેલાંથી જ અગસ્તા વેસ્ટલેંડ મામલે જેલમાં છે. હાલ ઇડી તેમની બધી લેણદેણ અને કંપની સાથે-સાથે તેમનું એકાઉન્ટ્‌સ પણ ચેક કર્યું છે. આ દરમિયાન પુરીના રાજસી ઠાટમાઠમાં ખર્ચ કરવામાં આવેલી રકમનું વિવરણ તેમના હાથ લાગ્યું હતું.

વેરિફિકેશન બાદ ખબર પડી કે રતુલ પુરીએ ૮ કરોડ રૂપિયા અમેરિકાના કોઇ ક્લબમાં ખર્ચ કરવામાં આવ્યા. આ ઉપરાંત નવેમ્બર ૨૦૧૧થી ઓક્ટોબર ૨૦૧૬ વચ્ચે રતુલ પુરીએ પોતાની અમીરીમાં લગભગ ૩૨ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. તેમના ઉપર મોજર બિયર કંપનીના ડાયરેક્ટરો અને પ્રમોટરોએ કંપનીના વ્યવસાયિક પૈસાને પોતાના પર ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એ પણ કહ્યું કે પુરીએ બેંકમાંથી લેવામાં આવેલી લોનની રકમને પણ પોતાની ઠાઠમાઠ માટે ખર્ચ કરે છે.  પુરીએ ૩,૬૦૦ કરોડ રૂપિયાના અગસ્તા વેસ્ટલેંડ હેલિકોપ્ટરમાં કૌભાંડમાં પણ આરોપ છે. તેમણે મની લોન્ડ્રીંગ મામલે ૨૦ ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવશે. ત્યારથી તે જેલમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.