ઇડોનેશિયામાં ભારે વરસાદ પુરના કારણે ૪૪ લોકોના મોત

જકાર્તા: ઇડોનેશિયામાં ભારે વરસાદને કારણે તબાહી મચી છે. દેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદને કારણે જમીન ધસી પડવાની અને પુર આવવાને કારણે ઓછામાં ઓછા ૪૪ લોકોના મોત નિપજયા છે જયારે હજારો લોકો બેધર બન્યા છે અને અનેક અન્ય ગુમ હોવાનું જણાવાય છે.
રાષ્ટ્રીય આપદા રોકથામ એજન્સીએ કહ્યું કે પૂર્વ નુસા તેંગ્ગરા પ્રાંતના ફલોરેસ દ્રીપના લમેનેલે ગામમાં ૫૦ ઘરો પર પહાડીઓથી ભારે માત્રમાં કાટમાળ પડયો જેમાં લોકો દબાઇ ગયા અત્યાર સુધી ૩૯ શબોને બહાર કાઢવામાં આવ્યા છે પાંચ લોકોને ઇજા થઇ છેે. જયારે ઓયાંગ બયાંગ ગામમાં પુરના પાણીમાંથી ત્રણ અન્ય લોકોના શબ પણ મળ્યા હતાં આ ગામમાં ૪૦ ઘર સંપૂર્ણપણે નષ્ટ થઇ ગયા છે. પુરના પાણી પૂર્વ ફલોરેસ જીલ્લાના મોટાભાગના વિસ્તારમાં ધુસી ગયા જેથ સેંકડો ઘર ડુબી ગયા જયારે કેટલાક પુરમાં તણાઇ ગયા હતાં
હાલમાં રાહત અને બચાવનું કામ તેજીથી ચાલી રહ્યું છે જેમાં સેકડો લોકો લાગી ગયા છે વિજળી કપાઇ જવાથી અને માર્ગો પર કાટમાળ હોવાથી મદદ પહોંચાડવામાં મુશ્કેલી આવી રહી છે લોકોને આશ્રય સ્થળો તરફ લઇ જવામાં આવી રહ્યાં છે. પશ્ચિમ મુસા લેગ્ગરાના બીમા શહેરમાં પુર આવવાને કારણે લગભગ ૧૦ હજાર લોકોને પોતાનું ઘર છોડવું પડયુ છે.જયારે માછલી પડવા ગયેલ નૌકામાં સવાર ૧૭ લોકો ગુમ થયા છે.આ ધટના ઇદ્રમાયુ જીલ્લાના કિનારે બની છે. ૧૫ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દરેક સ્થળોએ ભારે પુરને કારણે સ્થિતિ વધારી બગડી છે. લોકોની ઘરની સામગ્રી પણ બરબાદ થઇ ગઇ છે. રાહત કર્મચારીઓ યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યાં છે.