ઇતિહાસમાં પહેલીવાર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીની આરતી લાઇવ થઇ
શ્રીનગર, ઈતિહાસમાં પહેલી વાર રવિવારે શ્રદ્ધાળુઓ માટે હિમાલયની અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીની આરતીનુ દૂરદર્શનની ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ. આરતીના લાઈવ પ્રસારણ અને બાબા બર્ફાનીના દર્શન માટે અમરનાથ શ્રાઈન બાર્ડે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના વાયરસના વધતા કેસોના કારણે જમ્મુ કાશ્મીર પ્રશાસને આ વખતે અમરનાથ યાત્રા પર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવ્યા છે જેને ધ્યાનમાં રાખીને આરતીના લાઈવ પ્રસારણનો નિર્ણય લેવામાં આવ્યો.
બર્ફાની બાબાની આરતી રવિવારે અષાઢ પૂર્ણિમાના પ્રસંગો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મૂર્મુએ ભગવાન અમરનાથની આરતી કરી. આ દરમિયાન તેમની સાથે તેમના મુખ્ય સચિવ અને શ્રી અમરનનાત શ્રાઈન બાર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી વિપુલ પાઠક, એડિશનલ સીઈઓ એકે સોની અને ડિવિઝન કમિશ્નર સહિત પોલિસના વરિષ્ઠ અધિકારી હાજર હતા. જમ્મુ કાશ્મીર પ્રશાસન તરફથી જારી દિશા-નિર્દેશો મુજબ રવિવારે બાબા બર્ફાનીની આરતીમાં ઘણા ઓછો લોકો જ શામેલ થવાની પરવાનગી મળી. પ્રશાસન તરફથી જે નિર્દેશ આપવામાં આવ્યા છે તેમાં એક દિવસમાં માત્ર ૫૦ શ્રદ્ધાળુઓને જ સડક માર્ગથી ૩૮૮૦ મીટર ઉંચી પવિત્ર ગુફા સુધી જવાની મંજૂરી છે.
જણાવવામાં આવી રહ્યુ છે કે અમરનાથ યાત્રા ૨૦ જુલાઈથી બાલટાલ ટ્રેકથી શરૂ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા આ પહેલા બે માર્ગ – અનંગનાગના પહેલગામ અને ગાંદરબલના બાલટાલથી ૨૩ જૂને શરૂ થવાની હતી પરંતુ કોરોના વાયરસ મહામારીને જોતા યાત્રાની તારીખ અને માર્ગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના એક વરિષ્ઠ અધિકારીઓ જણાવ્યુ કે બાબા અમરનાથની યાત્રા માટે ઉપરાજ્યપાલ જીસી મૂર્મુ પોતાના વરિષ્ઠ અધિકારીઓ સાથે રવિવારે સવારે જ ગુફા પહોંચી ગયા હતા ત્યારબાદ આરતીનુ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ. અધિકારીએ જણાવ્યુ કે પ્રસાર ભારતીએ આરતીનુ લાઈવ પ્રસારણ કર્યુ જે ૩ ઓગસ્ટ સુધી થતુ રહેશે.