ઇતિહાસમાં પહેલીવાર પ્રજાસત્તાક દિવસની પરેડ મોડી શરૂ થશે

નવીદિલ્હી, ભારત ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ત પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે . દેશમાં દર વર્ષે આ દિવસે રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડ યોજાય છે. પરંતુ આ વખતે ગણતંત્ર દિવસની પરેડ નિર્ધારિત સમય કરતાં અડધો કલાક મોડી શરૂ થશે. પહેલીવાર ગણતંત્ર દિવસની પરેડ મોડી શરૂ થશે.
કોરોના પ્રોટોકોલ અને શ્રદ્ધાંજલિ સભાને કારણે આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડની શરૂઆત વિલંબિત થશે. જમ્મુ-કાશ્મીરમાં જીવ ગુમાવનારા સુરક્ષા જવાનોને પ્રથમ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, ત્યારબાદ પરેડ શરૂ થશે.
પરેડ કુલ ૯૦ મિનિટ ચાલે છે. દર વર્ષે ૨૬ જાન્યુઆરીએ રાજપથ પર સવારે ૧૦ વાગ્યે શરૂ થાય છે. પરંતુ આ વખતે પરેડ ૧૦ઃ૩૦ વાગ્યે શરૂ થશે. આ પરેડ ૮ કિલોમીટરની હશે. પરેડ રાયસીના હિલથી શરૂ થાય છે અને રાજપથ, ઈન્ડિયા ગેટ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે. પરેડની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ અને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપશે.
રાષ્ટ્રીય રાજધાનીમાં ગણતંત્ર દિવસ પહેલા, દિલ્હી પોલીસે રાજપથ અને તેની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. લગભગ ૩૦૦ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ સિસ્ટમમાં ૫૦ હજાર શંકાસ્પદ ગુનેગારોનો ડેટાબેઝ છે.
કોવિડ -૧૯ સંબંધિત પ્રતિબંધોને કારણે, ફક્ત ૪ હજાર ટિકિટ ઉપલબ્ધ રહેશે અને ફક્ત ૨૪ હજાર લોકોને જ આ સમારોહમાં આવવાની મંજૂરી આપવામાં આવશે.
સ્વતંત્રતાના અમૃત મહોત્સવના અવસર પર, આ વર્ષે રાજપથ ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં કુલ ૭૫ વિમાનો સાથે અત્યાર સુધીની સૌથી મોટી “સૌથી મોટી અને ભવ્ય” ફ્લાયપાસ્ટ જાેવા મળશે. વાયુસેનાના પબ્લિક રિલેશન ઓફિસર વિંગ કમાન્ડર ઈન્દ્રનીલ નંદીએ જણાવ્યું હતું કે, “પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ભારતીય વાયુસેના, આર્મી અને નેવીના ૭૫ એરક્રાફ્ટ ટેક ઓફ કરશે ત્યારે આ વર્ષનો ફ્લાયપાસ્ટ મોટો અને ભવ્ય હશે.
આ સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણીને અનુરૂપ હશે.” પરેડમાં પોતાની ક્ષમતા દર્શાવતા અન્ય વિમાનોમાં રાફેલ, ભારતીય નૌકાદળના મિગ-૨૯કે, પી-૮આઈ સર્વેલન્સ એરક્રાફ્ટ અને જગુઆર ફાઈટર એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેના પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તેની ઝાંખી પણ પ્રદર્શિત કરશે, જેમાં લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, આશ્લેષા સ્દ્ભ૧ રડાર, રાફેલ, મિગ ૨૧ જેવા લડાયક વિમાનનો પણ સમાવેશ થાય છે.SSS