Western Times News

Gujarati News

ઇન્કમ ટેકસ વિભાગે ૨૪ લાખ લોકોને ટેકસ રિફંડ આપ્યું

નવીદિલ્હી, ઇન્કમટેકસ વિભાગે ૨૪ લાખ કરદાતાઓને ૮૮,૬૫૨ કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કર્યું છે આમાંથી લાખો લોકોના ખાતામાં અત્યાર સુધી ઇન્કમટેકસના રિફંડની રકમ પહોંચી ગઇ છે અથવા તે આગામી કેટલાક દિવસોમાં પહોંચી શકે છે. ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા આઇટી રિફંડ મેળવેલા ૨૪ લાખ લોકોમાંથી ૨૩ લાખ પર્સનલ ઇન્કમ ટેકસ ભરનારા છે જયારે ૧.૫૮ લાખ રિફંડ કોર્પોરેટ ટેકસના છે ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ ટ્‌વીટ કરીને આ માહિતી આપી છે કે અત્યાર સુધીમાં ૨૪.૬૪ લાખ કરદાતાઓને ૮૮,૬૫૨ કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું છે.

આ રકમ ૧ એપ્રિલ ૨૦૨૦થી અત્યાર સુધીમાં જારી કરવામાં આવી છે સેન્ટ્રલ ડાયરેકટ ટેકસ બોર્ડ દ્વારા ૨૩,૦૫,૭૨૬ પર્સનલ ટેકસ પેયર્સને રૂ.૨૮,૧૮૦ કરોડનું ઇન્કમટેકસ રિફંડ આપવામાં આવ્યું છે આ સિવાય ૧,૫૨,૨૮૦ કોર્પોરેટર કંપનીઓને ૬૦,૪૭૨ કરોડ રૂપિયાની રકમ જાહેર કરવામાં આવી છે જાે કે હજુ ઘણા એવા લોકો છે કે જેઓ આવકવેરા રિફંડની રાહ જાેઇ રહ્યાં છે
એ યાદ રહે કે કોરોના સંકટને પહોંચી વળવા લોકડાઉન લાગુ થયા બાદ કેન્દ્ર સરકારે આદેશ આપ્યો હતો કે રૂ.૫ લાખ સુધીની ઇન્કમટેકસ રિફંડ તાકિદે જારી કરવામાં આવે સરકારના આ આદેશને કારણે લોકોને ઝડપથી રિફંડ મળ્યું છે લોકડાઉનને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલા લોકોને રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.