ઇન્ડસઇન્ડ બેંકે 2020 સમર પેરાલીમ્પિક ગેમ્સ, ટોક્યો માટે ક્વોલિફાય થયેલા પેરા-એથ્લેટ્સને સપોર્ટ કર્યો
- ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશન સાથે જોડાણમાં બેંકે એના પેરા ચેમ્પિયન્સ પ્રોગ્રામ અંતર્ગત 43 પેરા-એથ્લેટ્સને સાથસહકાર આપ્યો
- ટોક્યોમાં બેંકનો સપોર્ટ ધરાવતા 21 એથ્લેટ્સ દેશનું પ્રતિનિધિત્વ કરશે, જે કુલ ભારતીય રમતવીરોમાં આશરે 40 ટકા છે
મુંબઈ, ઇન્ડસઇન્ડ બેંક રમતની સર્વસમાવેશક અને પરિવર્તનકારક ક્ષમતામાં વિશ્વાસ ધરાવે છે. કોર્પોરેટ સામાજિક જવાબદારી ધારા, 2013 અંતર્ગત બેંક એના નોન-બેંકિંગ સ્પોર્ટ્સ વર્ટિકલ સપોર્ટ્સ પ્રોગ્રામ ‘ઇન્ડસઇન્ડ ફોર સ્પોર્ટ્સ’ દ્વારા મહિલા રમતવીરો, ગ્રામીણ ચેમ્પિયનો તેમજ કુશળ પેરા-એથ્લેટ્સને સંપૂર્ણ સાથસહકાર આપે છે, જેનો એકમાત્ર ઉદ્દેશ દરેક રમતવીરની અંદર રહેલી શ્રેષ્ઠ સંભાવનાને બહાર લાવવાનો છે.
રમતવીરોને સર્વોચ્ચ સ્તરે સ્પર્ધા કરવા પ્રોત્સાહન આપવાના પ્રયાસ સ્વરૂપે ઇન્ડસઇન્ડ બેંકને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે, બેંકે સપોર્ટ કરેલા અને બેંકના ‘પેરા ચેમ્પિયન્સ પ્રોગ્રામ’ (ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશન સાથે જોડાણમાં) 21 પેરા-એથ્લેટ્સ 2020 સમર પેરાલીમ્પિક ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે, જે ટોક્યોમાં 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર, 2021 વચ્ચે યોજાશે.
આ 21 રમતવીરો સંપૂર્ણ ભારતીય ટુકડીમાં આશરે 40 ટકા છે, જેઓ જ્વેલિન થ્રો, શૂટિંગ, સ્વિમિંગ, આર્ચરી, બેડમિન્ટન, હાઈ જમ્પ વગેરે જેવી રમતોમાં દુનિયાના રમતવીરો સાથે સ્પર્ધા કરશે.
આ ક્વોલિફિકેશન્સ પર ઇન્ડસઇન્ડ બેંકના કમર્શિયલ એન્ડ રુરલ બેંકિંગના હેડ તથા ઇન્ડસઇન્ડ ફોર સ્પોર્ટ્સના ઇન-ચાર્જ શ્રી સંજીવ આનંદે કહ્યું હતું કે, “બેંકે સપોર્ટ કરેલા 21 પેરા ચેમ્પિયન્સ ટોક્યોમાં સમર પેરાલીમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે એ ગર્વની વાત છે.
હકીકતમાં આ રમતોત્સવમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર કુલ ખેલાડીઓમાંથી આ 21 ખેલાડીઓ 40 ટકા છે, જે સીમાચિહ્નરૂપ સફળતાનો પુરાવો છે. અમે દુનિયાભરમાં કેટલાંક શ્રેષ્ઠ પેરા-એથ્લેટ્સ સાથે તેમને કેન્દ્રસ્થાને લઈ જવા આતુર છીએ અને તેમને તેમના પ્રયાસોમાં શુભેચ્છા પાઠવીએ છીએ.
ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશન સાથે અમારી પાર્ટનરશિપ દ્વારા અમારો ઉદ્દેશ અમે તમામ પેરા-એથ્લેટ્સને જરૂરી તમામ સંસાધનો પ્રદાન કરીને દેશ માટે વધારે ચંદ્રકો જીતવા તેમને સાથસહકાર આપવાનો છે. અમને આશા છે કે, આ પહેલ આગામી વર્ષોમાં સામાજિક અવરોધો દૂર કરીને, સામાજિક સ્વીકાર્યતા ઊભી કરીને અને ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર ઊભું કરીને અન્ય ઘણા લોકોને પ્રેરિત કરશે.”
નીચે પેરા-એથ્લેટ્સ (બેંક દ્વારા પ્રાયોજિત) 2020 સમર પેરાલીમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશેઃ
ક્રમ | રમતવીર | રમત | ક્રમ | રમતવીર | રમત |
1. | સુમિત | પેરા – જ્વેલિન થ્રો | 12. | દીપેન્દર સિંઘ | પેરા – શૂટિંગ |
2. | વરુન સિંઘ ભાટી | પેરા – જ્વેલિન થ્રો | 13. | એકતા ભયાન | પેરા – ક્લબ થ્રો |
3. | મનિષ નરવાલ | પેરા-શૂટિંગ | 14. | અવની લેખરા | પેરા-શૂટિંગ |
4. | સુયશ જાધવ | પેરા – સ્વિમિંગ | 15. | પારુલ પરમાર | પેરા – બેડમિન્ટન |
5. | રાકેશ કુમાર | પેરા – આર્ચરી | 16. | પ્રમોદ ભગત | પેરા – બેડમિન્ટન |
6. | સંદીપ ચૌધરી | પેરા – જ્વેલિન થ્રો | 17. | તરુણ ધિલ્લોન | પેરા – બેડમિન્ટન |
7. | શરદ કુમાર | પેરા – હાઈ જમ્પ | 18. | રામપાલ ચહર | પેરા – હાઈ જમ્પ |
8. | અમિત કુમાર સરોહા | પેરા – ક્લબ થ્રો | 19. | ધારામ્બિર | પેરા – ક્લબ થ્રો |
9. | જ્યોતિ બલિયાન | પેરા – આર્ચરી | 20. | જયદીપ | પેરા – પાવરલિફ્ટિંગ |
10. | મનોજ સરકાર | પેરા – બેડમિન્ટન | 21. | સુહાસ યથિરાજ | પેરા – બેડમિન્ટન |
11. | નિરંજન મુકુંદન | પેરા – સ્વિમિંગ |