ઇન્ડસઇન્ડ બેન્ક દ્વારા મુખ્યમંત્રી શ્રી રાહત ફંડ માં રૂપિયા ૫૦ લાખનો ચેક અર્પણ
કોરોના ની મહામારી સામે રાજ્ય સરકાર પૂર્ણપણે મક્કમતાથી પડકારનો સામનો કરી રહી છે. આ સંક્રમણ ને અટકાવવા અનેક પ્રકારના સર્વગ્રાહી પગલાં લેવામાં આવ્યા છે. કોરોના ની લડાઈ સામે જંગ જીતવા મુખ્યમંત્રીશ્રી ની અપીલના પગલે અનેક સેવાભાવી સંગઠનો ,બેંકો, સ્વૈચ્છિક સંસ્થાઓએ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાનની સરવાણી વહાવી છે તેના ભાગરૂપે આજે ઇન્ડસઇન્ડ બેન્ક ના ગુજરાત એ કમના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પ્રતિક ટંડને મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ ને રૂપિયા ૫૦ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીના રાહતફંડ માટે અર્પણ કર્યો હતો હતો.
ત્યારબાદ મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોરોના ની લડાઈ સામે ગુજરાત લડી રહ્યું છે ત્યારે ઇન્ડસઇન્ડ બેંક દ્વારા અપાયેલ ચેક ખરેખર અનુકરણીય છે અને અન્ય લોકોને પણ પ્રેરિત કરશે . આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.