ઇન્ડસ્ટ્રીના ૩૦૦૦ બરોજગાર મજૂરોમાં યશ કરોડો વહેંચશે
કોરોનાએ લાખો લોકોની આજીવિકા પર ગંભીર અસર કરી છે અને કન્નડ ઇન્ડસ્ટ્રી પણ તેનાથી પ્રભાવિત થઇ છે
મુંબઈ: સુપરહિટ ફિલ્મ કેજીએફઃ ચેપ્ટર ૧માં મુખ્ય ભૂમિકા ભજવનારા સુપરસ્ટાર યશ એ વર્તમાન પરિસ્થિતિને લઇને મહત્વની જાહેરાત કરી છે. કોરોના મહામારીને લીધે લોકડાઉન અને અન્ય પ્રતિબંધોથી બેરોજગાર બનેલા કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ૩૦૦૦ મજૂરોને આર્થિક સહાય કરવા માટે સુપરસ્ટાર યશ આગળ આવ્યા છે. સુપરસ્ટાર યશે એલાન કર્યું છે
તેઓ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ૩૦૦૦ મજૂરો માટે ૧.૫ કરોડ રુપિયા દાન કરશે. યશે જણાવ્યું કે દરેક મજૂરના બેન્ક ખાતામાં તે ૫૦૦૦ રુપિયા ટ્રાન્સફર કરશે. આ વિશે સુપરસ્ટારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં યશે લખ્યું હતું કે, કોવિડ-૧૯એ દેશમાં લાખો લોકોની આજીવિકા પર ગંભીર અસર કરી છે અને કન્નડ ઇન્ડસ્ટ્રી પણ તેનાથી પ્રભાવિત થઇ છે. આ ખરાબ સમયમાં મે ર્નિણય લીધો છે કે, મારી કમાણીમાંથી ૩૦૦૦ મજૂરોના ખાતામાં આ મહિને પાંચ-પાંચ હજાર રુપિયા ટ્રાન્સફર કરીશ.
જેમાં ઇન્ડસ્ટ્રીના ૨૧ ડિપાર્ટમેન્ટ સામેલ હશે. યશે એમ પણ લખ્યું હતું કે આ મદદથી તેમના નુકસાન કે સંકટનું સમાધાન નહીં આવે, પરંતુ આ એક આશાનું કિરણ છે કે સારો સમય જરુર આવશે. ઉલ્લેખનીય છે કે અન્ય ઇન્ડસ્ટ્રીઝની જેમ કન્નડ ફિલ્મ જગત પણ કોરોના મહામારીને લીધે ઠપ થઇ ગયું છે અને તેની સાથે જાેડાયેલા દૈનિક મજૂરી કરી જીવન ગુજારતા અનેક મજૂરો બેરોજગાર બન્યા છે અને આર્થિક સંકટ સામે લડી રહ્યા છે. એવામાં સુપરસ્ટાર યશે તેમની આર્થિક સહાય કરવાનો મહત્વનો ર્નિણય લીધો છે.