Western Times News

Gujarati News

ઇન્ડસ્ટ્રી અને ઇકોનોમીને લઇ વડાપ્રધાન જાહેરાત કરી શકે છે

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

નવીદિલ્હી, ૧૫ ઓગષ્ટએ લાલ કિલ્લાના પ્રાચીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ઘણા અલગ પ્રકારના મુદ્દાઓ પર ભાષણ આપવાના છે મળતી માહિતી અનુસાર આ ભાષણમાં આગામી આર્થિક પેકેજની ઝલક જોવા મળી શકે છે આ સાથે દેશભરમાં હેલ્થ કાર્ડ બહાર પાડવાની પણ જાહેરાત થઇ શકે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર મોદી ટુંક સમયમાં રાષ્ટ્રીય ડિઝિટલ સ્વાસ્થ્ય સેવાઓ લાવી શકે છે આ સ્કીમ હેઠળ દેશના દરેક નાગરિકના હેલ્થનો ડેટા એક પ્લેટફોર્મ પર હશે આ ઉપરાંત આધાર કાર્ડની જેમ જ દરેક હેલ્થ આઇડી કાર્ડ તૈયાર કરવામાં આવશે આ ડેટામાં ડોકટરોની વિંગતો સાથે દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓની જાણકારી ઉપલબ્ધ હશે.

સરકારની વન નેશન વન હેલ્થ કાર્ડ યોજના દ્વારા તમામને એક હેલ્થ કાર્ડ બનાવડાવું પડશે તેનાથી થનારી ટ્રિટમેન્ટ અને ટેસ્ટની સમગ્ર જાણકારી આ કાર્ડમાં ડિઝીટલી સેવા થશે તેનો રેકોર્ડ રાખવામાં આવી શકે છે. તેનો સૌથી વધુ ફાયદો એ હશે કે દેશમાં હોસ્પિટલ કે ડોકટરની પાસે જયારે સારવાર કરાવવા જશો તો સાથે આપને તમામ દસ્તાવેજ અને ટેસ્ટ રિપોર્ટ નહીં લઇ જવા પડે ડોકટર કોઇ પણ જગ્યાએ બેસીને આપના યુનિક આઇડી દ્વારા તમામ મેડિકલ રેકોર્ડ જાેઇ શકશે.

સુત્રોના જણાવ્યા અનુસાર ૧૫ ઓગષ્ટે ઇન્ડસ્ટ્રી માટે મોટી જાહેરાતની સંભાવના છે સંબોધનમાં આગામી આર્થિક રાહત પેકેજની ઝલક જાેવા મળી શકે છે.વડાપ્રધાન આત્મનિર્ભર ભારતની આગામી રણનીતિનો ખુલાસો કરી શકે છે. રોજગાર અને રોકાણ વધારવાનો ઉપાયોનો ઉલ્લેખ વડાપ્રધાન કરી શકે છે.  આ ઉપરાંત વડાપ્રધાન ૧૫ ઓગષ્ટે ડિફેન્સ સેટરમાં આત્મનિર્ભર બનવા અંગે મોટી જાહેરાત કરી શકે છે રેલવે રિફોર્મ પર ભવિષ્યના રોડમેપ વિશે પણ વાત કરી શકે છે. આ ઉપરાંત એનઆઇપી ફન્ડિંગ માટે ખાસ પગલાની જાહેરાત શકય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.