Western Times News

Gujarati News

ઇન્ડિયન ઓઇલના લુબ્રિકેન્ટ બ્લેન્ડિંગ પ્લાન્ટનું ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કોલકાતામાં ઉદઘાટન કરાયું

કોલકાતાઃ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ એન્ડ સ્ટીલ મંત્રી   શ્રીધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કોલકાતા ખાતે ઈન્ડિયન ઓઈલના નવા લ્યુબ બ્લેન્ડિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈન્ડિયન ઓઈલના ચેરમેન શ્રી શ્રીકાંત માધવ વૈદ્ય ઉપસ્થિત રહ્યાં હતાં. આ નવો પ્લાન્ટ ભારતને તેની લુબ્રિકેન્ટ્સની જરૂરિયાતમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં લેવાયેલું મહત્ત્વવું પગલુંછે.

રૂ. 142 કરોડના રોકાણ સાથેશરૂ કરાયેલા આ પ્રોજેક્ટે કુલ 72000 જેટલા માનવ કલાકોની રોજગારીનું સર્જન કર્યું હતું. આ પ્રોજેક્ટ સતત બદલાતા ઔદ્યોગિકક્ષેત્રની જરૂરિયાતોને પૂર્ણ કરશે એટલું જ નહીં, પરંતુ તેની એનએબીએલ માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળા અને ટોચના ઉત્પાદનોના મૂલ્યાંકનની ટેકનિકની મદદથી ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનું સર્જન પણ સુનિશ્ચિત કરશે.

આ પ્રસંગે સંબોધન કરતાં માનનીયમંત્રીએ જણાવ્યુંહતું કે, કોલકાતામાં લ્યુબ બ્લેન્ડિંગ પ્લાન્ટનું ઉદઘાટન માનનીય પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રમોદીના વિઝન હેઠળ પૂર્વ ભારતના વિકાસના ઇતિહાસનું વધુ એકપ્રકરણ છે. કોલકાતાનો લ્યુબ બ્લેન્ડિંગ પ્લાન્ટ દેશના પૂર્વભાગમાં લુબ્રિકેન્ટની વધતી જતી માંગને પૂરી કરશે અને નવા અત્યાધુનિક બ્લેન્ડિંગ પ્લાન્ટની સાથે સાથે તેના ગ્રાહકોને સર્વો ગ્રેડ પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા સુનિશ્ચિતકરશે.

આ પ્રસંગે બોલતાં ઈન્ડિયન ઓઈલના ચેરમેન શ્રી એસ.એમ. વૈદ્યએ જણાવ્યું હતું કે ” આપ્લાન્ટ “ઊર્જા સુરક્ષિત આત્મ નિર્ભર ભારત” તરફ આગળ વધવાનું   એકમહત્વનું પગલું છે અને તેદેશના આર્થિક વિકાસમાં યોગદાનઆપશે. પહલે ઇન્ડિયન ફિર ઓઇલની ફિલસૂફી સાથે ઇન્ડિયનઓઇલ તેના ગ્રાહકોને રેલવે, એન્જિનિયરિંગ, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ, ખાંડ, વીજળી વગેરે જેવા તમામ ઔદ્યોગિકક્ષેત્રોને વિવિધ પ્રકારના લુબ્રિકેન્ટ પૂરા પાડવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.”

વ્યૂહાત્મક રીતે કોલકાતા બંદર વિસ્તારમાં સ્થિતઆ પ્લાન્ટ જેટીની સુવિધાજનક  સુલભતા ધરાવેછે, જે બેઝ ઓઇલ અને એડિટિવ્સના સરળ પરિવહનનીસુગમતા પૂરી પાડે છેઅને તે 13.5એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો કોલકાતાનો લુબ બ્લેન્ડિંગ પ્લાન્ટપૂર્વ ભારતના સૌથી મોટા લ્યુબ બ્લેન્ડિંગ પ્લાન્ટ પૈકીનો એક છે. 1,00,000 કિલોલિટરથી વધુની વાર્ષિક થ્રુપુટ ક્ષમતા સાથે, કોલકાતાનો લુબ બ્લેન્ડિંગ પ્લાન્ટ હવે 200થી વધુગ્રેડના વૈશ્વિક કક્ષાના ઓટોમોટિવઓઇલ્સ, ઇન્ડસ્ટ્રિયલઓઇલ્સ, મરીનઓઇલ્સ, રેલરોડ્સઓઇલ્સ, કટિંગ, ટ્રાન્સફોર્મર અને રોલિંગ ઓઇલનું ઉત્પાદન કરશે.

અત્યાધુનિક પ્લાન્ટની વિશેષતાઓઃ

–     ઓટો બેચ બ્લેન્ડર્સ જે ડોઝિંગ, હીટિંગ, મિક્સિંગ, રિન્સિંગ અને ડિસ્ચાર્જ જેવી બેચ મિશ્રણપ્રક્રિયાઓને ઓટોમેટિક પદ્ધતિથી વધુઝડપ, ચોકસાઈ અને કાર્યક્ષમતા સાથે ડિસ્ચાર્જ  કરેછે.

–     સાઈમલટેનસ મીટર્ડ બ્લેન્ડિંગ યુનિટ્સ વધુ સારી મિશ્રણ કાર્યક્ષમતા અને ઉચ્ચ ચોકસાઈ સાથે ટર્નકી બ્લેન્ડિંગ સિસ્ટમ પૂરી પાડે છે.

–     તમામ પ્રકારના એડિટિવ્સના કાર્યક્ષમ સંચાલન માટે ડ્રમડીકેન્ટેશન યુનિટ્સ અને ડ્રમહીટિંગ યુનિટ્સ.

–     ફિનિશ્ડ પ્રોડક્ટ મેનિફોલ્ડ – ફિલર ડેસ્ટિનેશન માટે કોઇ પણ તૈયાર પ્રોડક્ટ ટેન્ક વચ્ચે ફ્લેક્સિબલ અને કસ્ટમાઇઝેબલ કનેક્શન મારફતે મલ્ટિપલ ફોર્મેશનને શક્ય બનાવતી એશિયામાં ઉપલબ્ધ આ પ્રકારની આગવી સિસ્ટમ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.