ઇન્ડિયન નેશનલ મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશિપ 2021ના રાઉન્ડ 3માં રાજીવ સેતુએ પોડિયમમાં સ્થાન મેળવ્યુ
ઇન્ડિયન નેશનલ મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશિપ 2021ના રાઉન્ડ 3માં બીજા દિવસે ઇડેમિત્સુ હોન્ડા એસકે69 રેસિંગ ટીમ માટે રાજીવ સેતુએ પોડિયમમાં સ્થાન મેળવ્યું
· ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ એનએસએફ250આરમાં સાર્થક, કેવિન અને મોહસિન માટે ડબલ 1-2-3
· ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ સીબીઆર150આર રાઇડર પ્રકાશ કામતે ચેમ્પિયનશિપમાં લીડ મજબૂત કરી; ઇક્ષાન શાનબાગ અને થિયોપૉલ લીએન્ડરે રાઉન્ડ 3માં ડબલ પોડિયમ ફિનિશની સફળતા મેળવી
ચેન્નાઈ, ઇન્ડિયન નેશનલ મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશિપ 2021ના રાઉન્ડ 3ના બીજા દિવસે ઇડેમિત્સુ હોન્ડા એસકે69 રેસિંગ ટીમે પ્રો-સ્ટોક 165સીસી કેટેગરીમાં પોડિયમમાં સ્થાન મેળવીને રાઉન્ડ પૂર્ણ કર્યો હતો.
ગઇકાલની રેસમાંથી બોધપાઠ લઈને રાજીવ સેતુએ રેસટ્રેક પર જબરદસ્ત પુનરાગમન કર્યું હતું અને તેમના સૌથી ઝડપી લેપ ટાઇમ 1:54:631પીએસ165સીસી કેટેગરીમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. રાજીવ રેસના લીડરથી ફક્ત 0.261 સેકન્ડ પાછળ રહ્યાં હતાં. તેમના ટીમના સાથીદાર મથના કુમાર અને સેન્થિલ કુમારે અનુક્રમે પાંચમું અને છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. આ ત્રિપુટીએ ઇડેમિત્સુ હોન્ડા એસકે69 રેસિંગ ટીમ માટે કુલ 33 પોઇન્ટ મેળવ્યાં હતાં.
હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કટૂર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના બ્રાન્ડ એન્ડ કમ્યુનિકેશન્સના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી પ્રભુ નાગરાજે રાઇડર્સના પર્ફોર્મન્સ પર કહ્યું હતું કે, “વીકેન્ડમાં અમારા નેક્સ્ટ-જેન રાઇડર્સનું જબરદસ્ત પર્ફોર્મન્સ સ્પષ્ટપણે દર્શાવે છે કે, આ રાઇડર્સ રેસિંગની દુનિયામાં વિકસી રહ્યાં છે.
ટ્રેક પર અતિ કુશળતા અને શ્રેષ્ઠતા સાથે કેવિન ક્વિન્ટલ અને પ્રકાશ કામતે અનુક્રમે એનએસએફ250આર અને સીબીઆર150આર કેટેગરીઓમાં લીડ જાળવી રાખી હતી. દરમિયાન અમે અમારા અનુભવી રાઇડર રાજીવ સેતનું સારું પુનરામન જોયું હતું, જેમણે ટીમ માટે પોડિયમમાં એક સ્થાન મેળવ્યું હતું. મથના અને સેન્થિલ પણ સારી લડત આપી હતી અને ટીમ માટે કિંમતી પોઇન્ટ મેળવ્યાં હતાં. અમે આગામી રાઉન્ડમાં અમારી શ્રેષ્ઠ પોઝિશન સાથે પરત ફરીશું.”
નવી પ્રસ્તુત હોન્ડા હોર્નેટ 2.0 વન મેક રેસ
હોન્ડા હોર્નેટ 2.0 વન મેક રેસની સ્પર્ધાત્મક રેસ 2માં ચેન્નાઈના ઉલ્લાસ સંતૃપ્તે 13:20.440ના ટાઇમ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પી3થી રેસની શરૂઆત કરનાર ઉલ્લાસ છઠ્ઠા સ્થાને સરકી ગયા હતા, પણ અંતિમ લેપમાં ઝડપથી ઓવરટેક કરીને બીજું સ્થાન મેળવ્યું હતું અને તેમનો મુકાબલો સીધો કેવિન ક્વિન્ટલ સાથે થયો હતો.
જ્યારે બંને વિજય પ્રથમ સ્થાન મેળવવા રોમાંચક મુકાબલો થયો હતો, ત્યારે કમનસીબે અંતિમ લેપમાં ક્રેશ થવાથી કેવિને ઉલ્લાસ માટેનો માર્ગ મોકળો કરી દીધો હતો. આજની રેસમાં ઉલ્લાસનું ધૈર્ય અને સ્માર્ટ વ્યૂહરચનાઓએ રાઉન્ડ 3માં તેમ
ને ડબલ પોડિયમ ફિનિશની સફળતા અપાવી હતી. તેમના પછી ઓલ્વિન સુંદરે 0.427 સેકન્ડના ફરક સાથે બીજું સ્થાન મેળવીને રાઉન્ડ 3માં ડબલ પોડિયમ ફિનિશ કર્યું હતું. રેસમાં પ્રભુ વીએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું. થ્રિસ્સૂરના અન્ફાલ એએ ટોચનું સ્થાન મેળવવા જબરદસ્ત સ્પર્ધા પૂરી પાડી હતી અને થોડી ભૂલોને કારણે ચોથું સ્થાન મેળવ્યું હતું.
ઇડમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ – એનએસએફ250આર અને સીબીઆર150આર કેટેગરીઓ
ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ એનએસએફ250આરની રેસ 2માં ગઇકાલે પોડિયમમાં સ્થાન મેળવનાર સાર્થક ચવ્વાણ, કેવિન ક્વિન્ટલ અને મોહસિન પીનું પુનરાવર્તન થયું હતું. 14:46.889 ટાઇમ સાથે પૂણેના 14 વર્ષીય સાર્થક ચવ્વાણે રાઉન્ડ 3માં ડબલ ગોલ્ડ મેળવ્યો હતો.
તેમના પછી ચેન્નાઈના કેવિન (16 વર્ષ)એ 14:53.056 ટાઇમ સાથે બીજું સ્થાન મેળવીને ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપની એનએસએફ250આર કેટેગરીમાં લીડ જાળવી રાખી હતી. તેમની સાથે પોડિયમમાં મલાપ્પુરમના 19 વર્ષના મોહસિને આજે 2021ની સિઝનમાં પોડિયમમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ સીબીઆર150આર ક્લાસની રેસ 2ની ગ્રિડમાં 13 રાઇડરમાં બોકારોના પ્રકાશ કામતે રેસમાં શરૂઆતમાં લીડ લીધી હતી. કુશળતાપૂર્વક અંત સુધી તેમની ગતિ જાળવી રાખી પ્રકાશે 13:10.827 ટાઇમ અને 2:10.177ના બેસ્ટ લેપટાઇમ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે સતારાના ઇક્ષાન શાનબાગે પ્રકાશ સાથે છેક સુધી રોમાંચક સ્પર્ધા કરીને બીજું સ્થાન મેળવ્યું હતું, ત્યારે ચેન્નાઈના થિયોપૉલ લીએન્ડરે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આજની રેસ પછી ત્રિપુટીએ સીબીઆર150આર નોવાઇસ ક્લાસના રાઉન્ડ 3માં પોડિયમમાં ડબલ ફિનિશની સફળતા મેળવી હતી.