ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝન કોરોના વચ્ચે ભારતમાં જ થશે
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝન કોરોના વચ્ચે ભારતમાં જ થશે. ગઈ ટૂર્નામેન્ટ યુએઈમાં સપ્ટેમ્બર-નવેમ્બરમાં રમાઈ હતી. આ વખતે ગ્રુપ સ્ટેજના મુકાબલા મુંબઈના ૩ સ્ટેડિયમમાં રમાઈ શકે છે. જ્યારે નોકઆઉટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં થઈ શકે છે. આ વાત દિલ્હી કેપિટલ્સના કો-ઓનર પાર્થ જિંદલે કહી.
પાર્થે ક્રિકેટ વેબસાઈટ ઇએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું, ‘જાે ઇંગ્લેન્ડ ભારતનો પ્રવાસ કરી શકે છે. જાે ફૂટબોલ લીગ આઇએસએલ (ઇન્ડિયન સુપર લીગ) ગોવામાં થઈ શકે છે. જાે દેશના ઘણા શહેરોમાં વિજય હઝારે ટ્રોફી (વનડે ફોર્મેટ) અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (ટી-૨૦ ફોર્મેટ)માં થઈ શકે છે. તેવામાં મને નથી લાગતું કે આઇપીએલને દેશની બહાર કરાવવામાં આવી શકે છે.
પાર્થે વધુમાં કહ્યું કે, “હું માનું છું કે આઇપીએલને બે ફેઝમાં બે વેન્યુમાં કરાવવામાં આવી શકે છે. એવી સંભાવના છે કે એક વેન્યુ મુંબઈ હોય શકે છે, કારણકે અહીં ૩ ગ્રાઉન્ડ (વાનખેડે, બ્રેબોર્ન અને ડીવાઈ પાટીલ) છે. આ સાથે પ્રેક્ટિસ માટે પણ ઘણી જ સુવિધા છે. લીગના નોકઆઉટ મુકાબલા મોટેરા (અમદાવાદ)માં થઈ શકે છે. જાેકે, આ હજી કન્ફર્મ થયું નથી.”
પાર્થના કહેવા પ્રમાણે, “જાે તમે અમારી ટીમની પસંદગી જાેશો, તો તમે સમજી શકશો કે દિલ્હી કેપિટલ્સને મુંબઇમાં બધી મેચો થવાથી ફાયદો થશે.” અમારી ટીમમાં સ્ટીવ સ્મિથ પણ શામેલ છે, જેની બેટિંગ શૈલી મુંબઈની પિચ પર બંધબેસે છે. ટીમમાં મુંબઈના ઘણા પ્લેયર્સ છે. પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર. બીચ પર હોવાને કારણે, બોલને બાઉન્સ મળશે અને મુંબઇની પિચ પર મૂવમેન્ટ થશે, જે ખૂબ મહત્વનું રહેશે.
તેમણે કહ્યું, ‘મને લાગે છે કે આપણે દેશના મોટાભાગના શહેરોમાં આઈપીએલ મેચ કરાવવી જાેઈએ. આ સાથે વિશ્વને પણ સંદેશ આપવો જાેઈએ કે અમે ઓક્ટોબરમાં યોજાનારા ટી -૨૦ વર્લ્ડ કપ માટે પણ તૈયાર છીએ. મને લાગે છે કે તેઓ (બીસીસીઆઈ)ની હજુ રાહ જાેઈ રહ્યા છે. મારું માનવું છે કે બોર્ડ દેશની કોરોનાની વર્તમાન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને તે મુજબ ર્નિણય લેશે. ‘