Western Times News

Gujarati News

ઇન્ડિયન બેંકે ગુજરાતમાં ‘MSME પ્રેરણા’ કાર્યક્રમ શરૂ કર્યો

અમદાવાદ, ઇન્ડિયન બેંકે આજે ગુજરાતમાં એના ફ્લેગશિપ બિઝનેસ મેન્ટરિંગ પ્રોગ્રામ ‘એમએસએમઈ પ્રેરણા’ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ‘એમએસએમઈ પ્રેરણા’ એક નવો, વિશિષ્ટ અને ઇનોવેટિવ બિઝનેસ મેન્ટરિંગ પ્રોગ્રામ છે, જે પૂર્ણથા એન્ડ કંપની સાથે હાથ ધરવામાં આવ્યો છે, જેનો આશય એમએસએમઇ ઉદ્યોગસાહસિકોને સક્ષમ બનાવવાનો છે. પ્રોગ્રામ રાજ્યની પ્રાદેશિક ભાષા ગુજરાતમાં શરૂ થયો છે.

ઇન્ડિયન બેંક રૂ. 70,180 કરોડના ધિરાણ સાથે એના 20 લાખ એમએસએમઇ ગ્રાહકોને નાણાકીય સહાય પ્રદાન કરવામાં હંમેશા મોખરે છે. ‘એમએસએમઈ પ્રેરણા’ શરૂ કરવાનો ઉદ્દેશ ભારત સરકાર/રાજ્ય સરકારો/આરબીઆઈ અને અન્ય સંસ્થાઓએ હાથ ધરેલી વિવિધ પહેલો પર જાગૃતિ લાવવા ઉપરાંત એમએસએમઇ ઉદ્યોગસાહસિકોની વહીવટી અને નાણાકીય ક્ષમતાઓ વિકસાવવાનો છે.

વર્ષ 2015-16થી વર્ષ 2020-21 વચ્ચે રાજ્યની જીએસડીપીમાં 10.02 ટકાના સીએજીઆર દરે વધારો થયો હતો. દેશના સૌથી વધુ ઔદ્યોગિકરણ ધરાવતા રાજ્યો પૈકીના એક ગુજરાતનું એકંદર પ્રાદેશિક સ્થાનિક ઉત્પાદન વર્ષ 2021-22 માટે અગાઉના વર્ષની સરખામણીમાં 7 ટકા વધ્યું છે. ઇન્ડિયન બેંક ગુજરાતમાં આશરે 138 શાખાઓ ધરાવે છે.

31.03.2021ના રોજ ઇન્ડિયન બેંક સમગ્ર ગુજરાતમાં રૂ. 3279 કરોડના ધિરાણ સાથે 138 શાખાઓ ધરાવતી હતી. ઇન્ડિયન બેંકે ગુજરાતમાં વાર્ષિક ધોરણે એમએસએમઇ પોર્ટફોલિયોમાં 20.95 ટકાની વૃદ્ધિ કરી છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઇન્ડિયન બેંકને એમએસએમઇ પોર્ટફોલિયો અંતર્ગત નોંધપાત્ર વૃદ્ધિ સાથે નવી ઊંચાઈ હાંસલ કરવાની ખાતરી છે.

ઇન્ડિયન બેંકે વિવિધ લોન ઉત્પાદનો દ્વારા એમએસએમઇને નાણાકીય ટેકો પ્રદાન કર્યો છે. ઇન્ડિયન બેંકે સિરામિક, પમ્પ, પેકેજિંગ, જનરલ એન્જિનીયરિંગ, ટિમ્બર, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, ડાઇઝ એન્ડ કેમિકલ્સ, સૉ મિલ વગેરે વિવિધ ક્ષેત્રોને વ્યાજના સ્પર્ધાત્મક દર અને શરતો પર નાણાકીય મદદ કરવા 12 એમએસએમઇ ક્લસ્ટર યોજનાઓ પણ વિકસાવી છે.

ઇન્ડિયન બેંકના એમડી અને સીઇઓ શ્રીમતી પહ્મજા ચુંદુરુએ કહ્યું હતું કે, “અમે ઉદ્યોગસાહિકતાનાં જુસ્સા માટે પ્રસિદ્ધ ગુજરાતમાં અમારા ગ્રાહકોને ‘એમએસએમઈ પ્રેરણા’ પ્રોગ્રામને નવી ઊંચાઈએ લઈ જવા આતુર છીએ. અમે ઇન્ડિયન બેંકમાં પડકારો ઝીલવા ચોકક્સ વ્યવસાયિક કુશળતાઓ સાથે એમએસએમઇ ઉદ્યોગસાહસિકોને સજ્જ કરવા સહયોગમાં કૌશલ્ય નિર્માણ કાર્યક્રમ શરૂ કરવામાં માનીએ છીએ.

આ કસ્ટમાઇઝ પ્રોગ્રામ ઉદ્યોગસાહસિકોને તેમની સ્થાનિક ભાષામાં માર્ગદર્શન આપશે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકશે. પ્રસ્તુત સ્ત્રોતોની સર્વસુલભતા દ્વારા અમારો ઉદ્દેશ રાજ્યના એમએસએમઇ ઉદ્યોગસાહિસકોનો આત્મવિશ્વાસ વધારવાનો છે.”

આ પ્રસંગે ગુજરાત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોના કમિશનર આઇએએસ શ્રી રંજીથ કુમારે કહ્યું હતું કે, “હું ઇન્ડિયન બેંકને આ વ્યવસાયિક માર્ગદર્શક કાર્યક્રમ શરૂ કરવા બદલ અભિનંદન આપું છું, ખાસ કરીને ગ્રાહકોને વધારે સરળતાપૂર્વક માર્ગદર્શન મળે એ માટે પ્રાદેશિક ભાષામાં તૈયાર કરવા બદલ.

ગુજરાત સરકારને એમસએસએમઇને ટેકો આપવા ઇન્ડિયન બેંક સાથે જોડાણ કરવાની ખુશી છે. એમએસએમઇથી રાજ્યમાં રોજગારીનું સર્જન થશે. બીજી પેઢી માટે ક્ષમતા નિર્માણ કરવું અને યોગ્ય સંસાધનો સાથે ઉચિત ઉમેદવારોને સજ્જ કરવા ધિરાણ સંબંધિત જાણકારી આપવા માટેના કાર્યક્રમો હાથ ધરવાની જરૂરિયાત વધી છે. ઇન્ડિયન બેંક આ જરૂરિયાત પૂર્ણ કરવામાં પથપ્રદર્શક ભૂમિકા ભજવી રહી છે અને આપણા રાજ્યમાં વિકાસનું માધ્યમ તરીકે સેવા આપશે.”

તેમણે વધુમાં જાણકારી આપી હતી કે, ગુજરાત સરકાર ઉદ્યોગસાહસિકો માટે સીજીટીએમએસઇને રિઇમ્બર્સ કરવાની યોજના ધરાવે છે. તેમણે બેંકને એમએસએમઇ ઋણધારકો વચ્ચે આ સુવિધા સાથે સંબંધિત જાગૃતિ લાવવાની વિનંતી કરી છે.

‘એમએસએમઈ પ્રેરણા’ નામનો આ પ્રોગ્રામ પૂર્ણતા એન્ડ કંપની સાથે મૂલ્ય અને ક્ષમતા લાવીને વ્યવસાયનું સંચાલન વધારે અસરકારક રીતે કરવા ઉદ્યોગસાહસિકોને સક્ષમ બનાવવા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ બિઝનેસ મેન્ટરિંગ પ્રોગ્રામ આત્મવિશ્વા અને સશક્તિકરણની ભાવના વધારે છે.

‘એમએસએમઈ પ્રેરણા’એ સરળ શબ્દોનો ઉપયોગ સ્થાનિક ભાષામાં કરીને ઉદ્યોગસાહસિકોને વેબ-આધારિત તાલીમ આપીને ભૌગોલિક અને ભાષાના અવરોધને તોડ્યો છે. 13 વર્ચ્યુઅલ પ્રોગ્રામની સીરિઝ ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, પોંડિચેરી, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તરાખંડમાં સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે. ‘એમએસએમઈ પ્રેરણા’  તબક્કાવાર રીતે સમગ્ર ભારતમાં તમામ મુખ્ય ભાષાઓમાં હાથ ધરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.