ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને સન્માનિત કર્યા
(જીત ત્રીવેદી, ભિલોડા) ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા કમિટી મેમ્બર દ્વારા નગરપાલિકા ના સેનેટરી અને આરોગ્ય વિભાગ સાથે સાંકળયેલા કર્મચારી તથા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને માસ્ક ,સાબુ,બિસ્કિટ,ફુલ આપી સન્માન કરવામાં આવ્યું હતું કોરોનાની કપરી પરિસ્થિતિ માં શહેર ને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સફાઈ કર્મીઓનો ઉત્સાહ વધારવા માટે રેડક્રોસ ના ચેરમેન ભરતભાઇ તથા કારોબારી સભ્યો,પૂર્વ મેયર વનીતાબેન પટેલ, ર્ડો.દીપ્તિબેન, રાકેશભાઈ, કનુભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ સુભાષ શાહ, આરોગ્ય સેનીટેશન ચેરમેન રૂપેશ ઝાલા અને સેનેટરી ઇન્સ્પેક્ટર સુનિલ રાજપુરોહીત ઉપસ્થિત રહ્યા હતા.