ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશનનો IPO 18 જાન્યુઆરી, 2021ને સોમવારે ખુલશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/01/IRFC.png)
· પ્રાઇઝ બેન્ડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ રૂ. 25થી રૂ. 26 નક્કી થઈ
મુંબઈ, ભારતીય રેલવેના વિકાસ માટે મૂડીભંડોળ ઊભું કરવા માટે કામ કરતી કંપની ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (“કંપની”)નો રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) (“ઇક્વિટી શેર” અને આ પ્રકારની ઇનિશિયલ પબ્લિક ઓફર, “ઇશ્યૂ”) 18 જાન્યુઆરી, 2021ના રોજ ખુલશે. બિડ/ઇશ્યૂ 20 જાન્યુઆરી, 2021ના રોજ બંધ થશે. ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 25થી રૂ. 26 નક્કી કરવામાં આવી છે.
આઇપીઓ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 1,782,069,000 ઇક્વિટી શેરની ઓફર ધરાવે છે. આઇપીઓ 1,188,046,000 ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને રેલવે મંત્રાલય દ્વારા ભારતીય રાષ્ટ્રપતિ (“વિક્રેતા શેરધારક”) (“ઓફર ફોર સેલ”) દ્વારા 594,023,000 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે.
ઇશ્યૂમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ (અહીં પરિભાષિત કર્યા મુજબ)ના સબસ્ક્રિપ્શન માટે રૂ. 5.00 મિલિયનનું રિઝર્વેશન (“એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન”) સામેલ છે. એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન સિવાયના ઇશ્યૂને અહીં ચોખ્ખો ઇશ્યૂ કહેવાયો છે. ઇશ્યૂ પછી કંપનીની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીમાં ઇશ્યૂ અને ચોખ્ખો ઇશ્યૂ અનુક્રમે 13.64% અને [ ]% હિસ્સો ધરાવશે.
બિડ ઓછામાં ઓછામાં 575 ઇક્વિટી શેર માટે અને પછી 575 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.
આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957ના નિયમ 19(2)(બી)માં થયેલા સુધારા (“SCRR”)ને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ”) રેગ્યુલેશન્સ, 2018 (“સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ”)ના નિયમન 31 સાથે વાંચીને કરવામાં આવી છે. ઓફર બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે, જે સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 6(1)નું પાલન કરે છે, જેમાં ચોખ્ખા ઇશ્યૂનો મહત્તમ 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”, “QIB પોર્શન”)ને સપ્રમાણ આધારે ફાળવવામાં આવશે,
જેમાં શરત એ છે કે, સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ (“એન્કર ઇન્વસ્ટર પોર્શન”)ને સુસંગત કંપની અને વિક્રેતા શેરધારકો, બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને QIB પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો એન્કર રોકાણકારોને ફાળવી શકે છે, જેમાંથી એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે રિઝર્વ રાખવામાં આવશે, જે મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી પ્રાપ્ત માન્ય બિડ મળવાને અથવા એન્કર ઇન્વેસ્ટર એલોકેશનની કિંમતથી વધારે કિંમતે બિડ મળવાને આધિન છે. અંડર-સબસ્ક્રિપ્શન કે એન્કર ઇન્વેસ્ટર પોર્શનના નોન-એલોકેશનના કેસમાં બાકીના ઇક્વિટી શેર ચોખ્ખા QIB પોર્શનમાં ઉમેરવામાં આવશે.
વળી ચોખ્ખા QIB પોર્શનનો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ચોખ્ખા QIB પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ QIB બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ થશે, જે ઓફર પ્રાઇસ પર કે વધારે કિંમત પર પ્રાપ્ત માન્ય બિડને આધિન રહેશે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ માગ ચોખ્ખા QIB પોર્શનના 5 ટકાથી ઓછી રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર QIBsને સપ્રમાણ ફાળવણી માટે બાકીના ચોખ્ખા QIB પોર્શનમાં ઉમેરવામાં આવશે.
ઉપરાંત સેબી આઇસીડીઆર નિયમનો મુજબ, ચોખ્ખા ઇશ્યૂનો મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત રોકાણકારોને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ચોખ્ખા ઇશ્યૂનો મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.
સાથે સાથે એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન અંતર્ગત લાયકાત ધરાવતા કર્મચારીઓને સપ્રમાણ આધારે [●] ઇક્વિટી શેરની ફાળવણી કરવામાં આવશે, જે તેમની પાસેથી ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર રોકાણકારો સિવાય તમામ સંભવિત બિડર્સને ઓફરમાં એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“ASBA”) દ્વારા ઓફરમાં સહભાગી થવું જરૂરી છે, જે માટે તેમણે તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો પ્રદાન કરવી પડશે, જેને સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર રોકાણકારોને ASBA પ્રક્રિયા દ્વારા ઓફરમાં સહભાગી થવાની મંજૂરી નથી.
ફ્રેશ ઇશ્યૂમાંથી થનારી ચોખ્ખા આવકનો ઉપયોગ આ માટે થશેઃ (1) કંપનીના વ્યવસાયમાં વૃદ્ધિને કારણે ભવિષ્યમાં ઊભી થનારી મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા ઇક્વિટી મૂડીનો આધાર વધારવા અને (2) સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે.
ઇશ્યૂમાં ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“NSE”, BSE સાથે સંયુક્તપણે, “સ્ટોક એક્સચેન્જીસ”) પર થશે.
ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ DAM કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ (અગાઉ IDFC સીક્યોરિટીઝ લિમિટેડ તરીકે જાણીતી હતી), HSBC સીક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, ICICI સીક્યોરિટીઝ લિમિટેડ અને SBI કેપિટેલ લિમિટેડ છે.
અહીં ઉપયોગ કરેલા અને પરિભાષિત નહીં કરેલા તમામ મૂડીકૃત શબ્દો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”)માં જણાવેલો એકસમાન અર્થ ધરાવશે.