ઇન્ડિયા કોલોની વોર્ડના કોંગી કોર્પોરેટર પણ કોરોના પોઝિટિવ
અમદાવાદ , શહેરમાં કોરોનાના પંજામાં કોંગ્રેસ ના વધુ એક કોર્પોરેટર આવી ગયા છે. જેમને સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી કોરોના ની ઝપટમાં આવી ગઈ છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા સારવાર બાદ કોરોના મુક્ત થયા છે.લગભગ 10 જેટલા કાર્યકરો ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
કોરોના મહામારી માં કોંગ્રેસે બદરુદ્દીન શેખ જેવા પીઢ અને અભ્યાસુ નેતા તેમજ હબીબ મેવ જેવા લડાયક નેતા ગુમાવ્યા છે. બદરુદ્દીન શેખ ના અવસાન બાદ તેમના સાથી મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડા નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેઓ સારવાર બાદ કોરોના મુક્ત થઈ ગયા છે.
જયારે ઇન્ડિયા કોલોની વોર્ડ ના કોંગી કોર્પોરેટર પણ કોરોના ની ઝપટમાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે સૂત્રોએ જણાવ્યા મુજબ ઇન્ડિયા કોલોની વોર્ડ ના કોર્પોરેટર યશવંત યોગી પણ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. લોકડાઉન દરમ્યાન ગરીબ અને જરૂરિયાત લોકો ની સેવા કરતા તેમને સંક્રમણ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.