ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સનો આઈપીઓ બુધવાર 23 જૂન 2021ના રોજ ખુલશે
● RS. 1ની મૂળ કિંમતના પ્રત્યેક ઇક્વિટી શેર માટે પ્રાઇસ બેન્ડ RS. 290-RS. 296 પ્રતિ ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર્સ”)
● બિડ/ઓફર ખુલવાની તારીખ – બુધવાર, 23 જૂન, 2021 અને બિડ/ઓફર સમાપ્તિ તારીખ – શુક્રવાર, 25 જૂન, 2021
● ન્યૂનતમ બિડ લોટ 50 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 50 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં
● ફ્લોર પ્રાઈસ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુની 290 ગણી છે અને કેપ પ્રાઇસ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુની 296 ગણી
અમદાવાદ, ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ લિમિટેડ (“કંપની”), જે આરએન્ડડી આધારિત એગ્રો-કેમિકલ ટેક્નિકલ્સ ઉત્પાદક છે અને ટેક્નિકલ્સના ઉત્પાદનની માત્રાની દૃષ્ટિએ એક સૌથી ઝડપભેર વિકસતી એગ્રો-કેમિકલ્સ કંપની છે, એનું ઇક્વિટી શેર્સનું પ્રસ્તાવિત પ્રારંભિક જાહેર ભરણું (“ઑફર”) બુધવાર 23 જૂન 2021ના રોજ ખુલશે. ઑફર શુક્રવાર 25 જૂન 2021ના રોજ બંધ થશે. ઓફર માટેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ Rs.290-296 નક્કી કરવામાં આવી છે.
કંપની અને વેચાણકર્તા શેરહોલ્ડરોએ બૂક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”)ની સલાહથી એન્કર રોકાણકારો(“એન્કર ઇન્વેસ્ટર્સ”)ની ભાગીદારી વિચારી છે, જે બિડ/ઓફરની ખુલવાની તારીખના એક કાર્યકારી દિવસ પહેલાં એટલે કે મંગળવાર, 22 જૂન, 2021ના રોજ થશે. તમામ બિડર્સે (એન્ક્ર ઇન્વેસ્ટર્સને બાદ કરતાં) અનિવાર્યપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રક્રિયા અનુસરતાં તેમના સંબંધિત બેન્ક ખાતાની માહિતી (યુપીઆઈ માધ્યમનો ઉપયોગ કરનાર આરઆઈબીઝ યુપીઆઈ આઈડી સહિત) પૂરી પાડી અરજી કરવાની રહેશે, જેમાં તદનુસાર બિડની રકમ એસસીબીઝ અથવા સ્પોન્સર બેન્ક દ્વારા લાગુ પડતા અનુસાર બ્લોક કરવામાં આવશે. એન્કર રોકારણકારો આસ્બા પ્રક્રિયા મારફત ઑફરમાં રોકાણ કરી શકશે નહીં.
ઓફરનું કુલ કદ Rs.800 કરોડ સુધીનું છે જેમાં કુલ Rs. 100 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યુ અને વેચાણકર્તા શેરહોલ્ડર દ્વારા કુલ Rs. 700 કરોડ સુધીના ઇક્વિટી શેર્સની ઑફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપની ફ્રેશ ઇશ્યુમાંથી મળનારી ઉપજનો ઉપયોગ તેની કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવા વિચારે છે.
કંપની પાંચ ટેક્નિકલ્સની એકમાત્ર ઉત્પાદક અને ઉત્પાદન ક્ષમતાની દૃષ્ટિએ કેપ્ટાન, ફોલપેટ અને થિયોકાર્બોનેટ હર્બિસાઇડની એક વાશ્વિક અગ્રણી ઉત્પાદક છે (સ્ત્રોતઃ એફએન્ડએસ રિપોર્ટ્સ). કંપની જે અમુક નિશ્ચિત ફન્ગિસાઇડ ટેક્નિકલ્સનું ઉત્પાદન કરે છે તેમાં સામેલ છેઃ
(i) ફોલપેટ, જેનો ઉપયોગ દ્રાક્ષના બગીચા, અનાજ, પાક અને પેઇન્ટ્સના બાયોસાઇડમાં ફૂગના વિકાસ પર નિયંત્રણ માટેના ફન્ગિસાઇડ્સના ઉત્પાદનમાં થાય છે; અને (ii) સાયમોસેનિલ, જેનો ઉપયોગ દ્રાક્ષ, બટેટાં, શાકભાજી અને અન્ય ઘણા પાક પર થતી ડાઉની મિલ્ડ્યુ (ભેજથી થતી ફૂગ) પર નિયંત્રણ માટેના ફન્ગિસાઇડસના ઉત્પાદનમાં થાય છે. કંપની જે પ્રમુખ હર્બિસાઇડ ટેક્નિકલ્સનું ઉત્પાદન કરે છે તેમાં થિયોકાર્બામેટ હર્બિસાઇડ્સ સામેલ છે જેનો ઉપયોગ ઘંઉ, ચોખા જેવા પાકનાં ખેતરોમાં વિશ્વભરમાં થાય છે.
હાલમાં કંપની ઉત્તર પ્રદેશમાં લખનઊ અને હરદોઈ સ્થિત બે ઉત્પાદન કેન્દ્રોથી કામકાજ કરે છે જેની સહિયારી ક્ષમતા, ટેક્નિકલ્સ માટે 19,500 મેટ્રિક ટન તે ફોર્મ્યુલેસન્સ વર્ટિકલ માટે 6,500 મેટ્રિક ટન છે. કંપની પાસે હાલમાં 22 એગ્રો-કેમિકલ ટેક્નિકલ્સ અને 125 ફોર્મ્યુલેસન્સના ભારતમાં વેચાણ માટેનાં લાઇસન્સ છે અને નિકાસ માટે 27 એગ્રો કેમિકલ ટેક્નિકલ્સ અને 35 ફોર્મ્યુલેસન્સ માટેનાં લાઇસન્સ છે.
આ ઓફર સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(b), સુધારેલા, જેને સેબી આઈસીડીઆર રેગ્યુલેશન 31 સાથેના વાંચન સાથેની શરતો મુજબ વાંચવામાં આવે છે, અનુસાર કરવામાં આવી રહી છે. આ ઑફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે,
જેમાં 50% કરતાં વધુ નહીં તેટલો હિસ્સો લાયક સંસ્થાકીય ખરીદદારો (ક્યુઆઈબીઝ)ને, ઓફરના 15% કરતાં ઓછો નહીં તેટલો હિસ્સો બિનસંસ્થાકીય રોકાણકારોને અને ઑફરના 35% કરતાં ઓછો નહીં તેટલો હિસ્સો નાના રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.