ઇન્ડેલ મનીએ તેના બિઝનેસના વિસ્તરણ માટે ડિજિટલ હાઇબ્રિડ મોડલ અપનાવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/indel.png)
ચાલુ વર્ષના ચોથા ક્વાર્ટરમાં મહારાષ્ટ્ર અને ઓડિશામાં 50 બ્રાન્ચ ખોલશે
FY23ના પ્રથમ ક્વાર્ટરમાં 45 બ્રાન્ચ સાથે ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરશે
મુંબઈમાં હેડક્વાર્ટર ધરાવતી અને દક્ષિણ ભારત સ્થિત નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની ઇન્ડેલ મનીએ તેના બિઝનેસના વિસ્તરણ માટે ડિજિટલ ફોકસ્ડ હાઇબ્રિડ મોડલ અપનાવ્યું છે. કંપની 2023-24 સુધીમાં ભારતભરમાં 200 બ્રાન્ચ ખોલવાની યોજના ધરાવે છે. આ વિસ્તરણ અભિયાનમાં ડિજિટલ ટેકનોલોજી આધારિત ડોરસ્ટેપ ગોલ્ડ લોન સુવિધાનું વિસ્તરણ કરાશે. આ સુવિધા પરંપરાગત બ્રાન્ચ લોન સુવિધા સમકક્ષ હશે.
ઇન્ડેલ મની હાલમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગણામાં 191 બ્રાન્ચ ધરાવે છે અને 2023-24 સુધીમાં બ્રાન્ચની સંખ્યા વધારીને 400 કરવાનો લક્ષ્યાંક છે. કંપની ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં ઓડિશા અને મહારાષ્ટ્રમાં 50 બ્રાન્ચ અને 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં 45 બ્રાન્ચ ખોલવાની યોજના છે.
આશરે રૂ.2 લાખ અને તેનાથી વધુની ગોલ્ડ લોન લેવા માગતા બિઝનેસ માલિકો અને પ્રોફેશનલ્સને ટાર્ગેટ બનાવવા માટેની ડોરસ્ટેપ ગોલ્ડ લોન સુવિધાનું વિસ્તરણ કરવા ઇન્ડેલ મની ડિસ્ટ્રિબ્યુશન મોડલ અપનાવશે, જે ચડિયાતી સર્વિસ સુનિશ્ચિત કરશે.
ડોરસ્ટેપ ગોલ્ડ લોન સુવિધાનો જાન્યુઆરી 2021માં બેન્ગલુરુમાં કરવલામાં આવેલો પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ્સ સફળ રહ્યો છે અને બીજા તબક્કામાં સપ્ટેમ્બરમાં હૈદરાબાદ અને ચેન્નાઇમાં પાઇલોટ પ્રોજેક્ટ્સ હાથ ધરાશે.
ઇન્ડેલ મનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ ઉમેશ મોહનને જણાવ્યું હતું કે “બજારમાં લોનની સતત અછતને કારણે ગોલ્ડ લોનની માગ ઊંચી રહશે. અમારી ડોરસ્ટેપ ગોલ્ડ લોન સુવિધા ઉદ્યોગસાહસિકો અને પ્રોફેશનલ્સને સરળતાથી ધિરાણ ઓફર કરશે.
બીજી તરફ અમારી લાંબા ગાળાની બે વર્ષની ગોલ્ડ લોને યુવા ઉદ્યોગસાહસિકોમાં મજબૂત ટ્રેન્ડ ઊભો કર્યો છે. આ લોન તેમના માટે બિઝનેસ સફર ચાલુ કરવાની વૈકલ્પિક મૂડી બની છે. ડિજિટલ ટેકનોલોજી આધારિત ડોરસ્ટેપ ગોલ્ડ લોન અને પરંપરાગત બ્રાન્ચ લોનના મિશ્રણ આધારિત હાઇબ્રિડ મોડલથી મુંબઈ, અમદાવાદ, પટણા, ચંડીગઢ, રાજકોટ, દિલ્હી, લખનૌ જેવા મોટા સિટી માર્કેટમાં વ્યાપ વધારવામાં અમને મદદ મળશે.
સંખ્યાબંધ બ્રાન્ચ સાથે કોઇ એક વિસ્તારમાં વધુ પડતા ફોકસની જગ્યાએ એવા વ્યૂહાત્મક સ્થળો પર બ્રાન્ચ ખોલવા માગીએ છીએ, કે જે એયુએમના સંદર્ભમાં વધુ યીલ્ડ આપી શકે છે.”