ઇન્ડોનેશિયાથી આવેલ શીપમાંથી કોલસો ભરેલ બાર્જ ડૂબ્યું
મોરબી, જિલ્લાના નવલખી બંદર પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં કોલસા ભરેલું બાર્જ દરિયા કાંઠે આવી રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર તેમાં લીકેજ થવાના કારણે આ બાર્જ દરિયામાં ડૂબી ગયું હતું અને તેમાં ભરેલ કોલસો પણપાણીમાં ડૂબી ગયો હતો.
ગત શનિવારે સાંજના સમયે મોરબી નજીક આવેલા દરિયામાં ઉભેલ જહાજમાંથી કોલસો બાર્જમાં ભરીને બાર્જને કાંઠે લઈને આવતા હતા, ત્યારે તેમાં લીકેજ થવાથી તે બાર્જ દરયિામાં ડૂબ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અંદાજે ૧૨૦૦ ટન કરતા વધુ કોલસો દરિયાના પાણીમાં ડૂબી ગયો છે.
મળતી માહિતી પ્રમાણે, ઈન્ડોનેશિયામાંથી કોલસો ભરીને શીપ આવ્યું હતું. આ શીપમાંથી કોલસાને બાર્જમાં ભરીને કોલસો લઈને બાર્જ કાંઠે આવતું હતું, ત્યારે તે બાર્જ ડૂબી ગયું હતું અને જે બાર્જ હાલમાં દરિયામાં ડૂબી ગયું છે તે શ્રીજી શીપીંગ કંપનીનું બાર્જ હોવાનું કંપનીના કર્મચારી પાસેથી જ જાણવા મળ્યું છે.SSS