Western Times News

Gujarati News

ઇન્દિરા ગાંધીના મંત્રીઓને પોખરણ પરમાણુ પરીક્ષણની જાણ નહોતી

ભારતે ૪૭ વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં પહેલું પરમાણુ પરીક્ષણ કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી હતી

નવી દિલ્લી: ભારતે ૪૭ વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં પહેલુ પરમાણુ પરીક્ષણ કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી હતી. ઇન્દિરા ગાંધીએ ભારતના આ પરીક્ષણને શાંતિપૂર્ણ પરમાણુ પરીક્ષણ કરાર આપ્યો હતો. કોઈને અંદાજાે પણ નહોતો કે ભારત પરમાણુ પરીક્ષણ કરવાની ઉપલબ્ધિ પ્રાપ્ત કરશે. આ શાંતિપૂર્ણ પરમાણુ પરીક્ષણ બાદ અમેરિકાએ ભારત પર પ્રતિબંધ લગાવતા પરમાણુ સામગ્રી અને ઈંધણની આપૂર્તિ પર રોક લગાવી હતી. તે સમયે અમેરિકા સંપૂર્ણપણે પાકિસ્તાનનો સાથ આપતું હતું. પાકિસ્તાનને ભારત પર ખૂબ જ ગુસ્સો હતો અને ભારતના ગુટનિરપેક્ષ સિદ્ધાંતના કારણે અમેરિકા ચિઢાયેલું હતું.

ભારતે પાકિસ્તાન તોડીને બાંગ્લાદેશ બનાવવાનો ર્નિણય કર્યો તે અમેરિકાને પસંદ નહોતો. આ પરિસ્થિતિમાં ભારતે કોઈપણ પ્રકારની જાણ વગર પરમાણુ કાર્યક્રમ બાદ વર્ષ ૧૯૭૪માં પોખરણમાં પહેલી વાર પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. આ ઓપરેશનને જીદ્બૈઙ્મૈહખ્ત મ્ેઙ્ઘઙ્ઘરટ્ઠ નામ આપવામાં આવ્યું હતું. ૧૮ મેના રોજ પરમાણુ ટેસ્ટની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. વિસ્ફોટ પર ધ્યાન રાખવા માટે મચાનને પ કિમી દૂર લગાવવામાં આવ્યું હતું.

મચાનથી તમામ મોટા સૈન્ય અધિકારીઓ અને વૈજ્ઞાનિકો પરીક્ષણ પર નજર રાખી રહ્યા હતા. વૈજ્ઞાનિક વિરેન્દ્ર સેઠીને અંતિમ તપાસ માટે પરીક્ષણના સ્થળ મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. તપાસ બાદ પરીક્ષણ સ્થળ પર જીપ શરૂ થતી નહોતી અને વિસ્ફોટનો સમય સવારે ૮ વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો. જીપ શરૂ ન થતા વિરેન્દ્ર સેઠી બે કિમી દૂર કંટ્રોલ રૂમ સુધી ચાલીને ગયા હતા. આ કારણોસર પરીક્ષણનો સમય ૫ મિનિટ મોડો કરવામાં આવ્યો હતો.

આ ટોપ સીક્રેટ પ્રોજેક્ટ પર ઘણા સમયથી એક ટીમ કામ કરી રહી હતી. ૭૫ વૈજ્ઞાનિક અને એન્જિનિયરોની ટીમે વર્ષ ૧૯૬૭થી લઈને ૧૯૭૪ સુધી ૭ વર્ષ સુધી પ્રોજેક્ટ માટે ખૂબ જ મહેનત કરી હતી. મ્છઇઝ્રના નિદેશક ડૉ.રાજા રમન્ના આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા હતા. રમન્નાની પ્રોજેક્ટ ટીમમાં ડૉ. એપીજે અબ્દુલ કલામ પણ શામેલ હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.