ઇન્દિરા IVFમાં વંધ્યત્વ માટે સારવાર ઇચ્છતાં દંપતિઓ માટે સુલભતામાં વધારો થશે
મુંબઈ, ભારતમાં વંધ્યત્વ નિવારણ ક્ષેત્રમાં સૌથી મોટી કંપની ઇન્દિરા IVF વંધ્યત્વ નિવારણની સારવાર મેળવવા ઇચ્છતાં દંપતિઓને વાજબી અને શ્રેષ્ઠ સારવાર પ્રદાન કરવાના પ્રયાસો કરે છે. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં હવે ઇન્દિરા IVFએ એની કામગીરીનું વિસ્તરણ ચાર નવા ટિઅર-III શહેરો નાન્દેડ, વારાંગલ, સિરસા અને ગુલબર્ગમાં કર્યું છે. ઇન્ફર્ટિલિટી સ્પેશ્યાલિસ્ટ ક્લિનિક્સ ચેઇન હવે દેશભરમાં કુલ 92 કેન્દ્રો ધરાવે છે, જે માતાપિતા બનવા ઇચ્છતાં દંપતિઓની ઇચ્છા પૂર્ણ કરવામાં મદદ કરે છે.
ઇન્દિરા IVFનો આશય એના દર્દીઓને તેમના પ્રજોત્પાદક સ્વાસ્થ્ય ઉપરાંત સુખાકારી પ્રદાન કરવાનો છે એટલે સરકારે નક્કી કરેલી માર્ગદર્શિકાનું પાલન કરીને કંપનીએ બે મહિનાથી વધારે સમય સુધી એના તમામ સારવાર કેન્દ્રોમાં કામગીરી બંધ રાખી હતી.
3 જૂન, 2020ના રોજ ઇન્દિરા IVFએ બાળક ઇચ્છતાં દંપતિઓ માટે એના દરવાજા એકવાર ફરી ખોલ્યાં છે અને આશા છે કે, ચાલુ વર્ષે ડિસેમ્બર સુધીમાં IVF પ્રક્રિયાનું પ્રી-કોવિડ વોલ્યુમ ફરી મળશે. અત્યારે ઇન્દિરા IVFના તમામ કેન્દ્રોમાં એના સંચાલન માટે સરકારી આચારસંહિતાનું કડકપણે પાલન થાય છે અને સુનિશ્ચિત કરે છે કે, એના કર્મચારીઓ અને ક્લિનિકની મુલાકાત લેતાં દર્દીઓ માટે સલામતીના સર્વોચ્ચ ધારાધોરણો જળવાઈ રહે.
આ અંગે ઇન્દિરા IVFના સીઇઓ ડૉ. ક્ષિતિજ મુર્ડિયાએ કહ્યું હતું કે, “આપણે અભૂતપૂર્વ અનિશ્ચિતતાના સમયગાળામાં જીવી રહ્યાં છીએ તથા દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અનેક પડકારો અને અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે. બાળક ઝંખતા પરિવાર માટે બાળકની ખોટ માનસિક હતાશા પેદા કરી શકે છે. વંધ્યત્વ નિવારણની સારવારને બાળક ઝંખતા દરેક દંપતિ માટે વાજબી અને સુલભ બનાવવાના અમારા વિઝન સાથે અમે વધુ ચાર કેન્દ્રો ઉમેરીને અમારી કામગીરીમાં વધારો કર્યો છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “અમને ટિઅર II અને ટિઅર III શહેરોમાંથી સારવાર માટેની ઘણી ઇન્ક્વાયરી મળે છે. IVF અને પ્રજોત્પાદન ક્ષમતાની સમસ્યાઓ વિશે વધતી જાગૃતિ અને જાણકારીથી હેલ્થકેર સ્પેસમાં આકર્ષક સેગમેન્ટ તરીકે વિકસવામાં મદદ મળી છે. યુવાનો અને યુવા દંપતિઓ તેમના પ્રજોત્પાદન આરોગ્યને લઈને વધારે જાગૃત થયા છે અને ઇન્દિરા IVFમાં હાથ ધરવામાં આવતી તમામ IVF પ્રક્રિયાઓમાં મોટો હિસ્સો ધરાવે છે.”
અત્યારે ઇન્દિરા IVF દેશમાં સૌથી મોટી અને સૌથી વધુ જાણીતી હોસ્પિટલોની ફર્ટિલિટી ચેઇન છે. અત્યાધુનિક માળખાગત સુવિધાઓ સાથે ઇન્દિરા IVF અનેક દંપતિઓને વંધ્યત્વની ઘણી વાર જટિલ સફરમાંથી સફળતાપૂર્વક પસાર થવામાં મદદરૂપ થાય છે તથા છેવટે માતાપિતા બનવાનું અને પરિવાર શરૂ કરવાનું તેમનું સ્વપ્ન સાકાર થાય છે.