ઇન્દોરમાં વરસાદે ધમાકેદાર ૩૯ વર્ષનો રેકોર્ડ તોડયો
ઇન્દોર, દેશભરમાં વરસાદને કહેર જારી છે.ત્યારે વરિસાદે આ વખતે ઇન્દોર શહેરમાં ૩૯ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે જયારે ગત ૨૪ કલાકમાં લગભગ ૧૧ ઇચ વરસાદ થયો છે રાતે જ લગભગ આઠ ઇચ પડી ગયો હતો. વરસાદે ઇન્દોરમાં આવા વરસાદે ગત ૩૯ વર્ષનો રેકોર્ડ તોડીના ખ્યો છે ગઇકાલ સવારથી અત્યાર સાજે સવારે સાડા આઠ વાગ્યા સુધી સતત વરસાદ પડયો હતો આ પહેલા ૧૦ ઓગષ્ટ ૧૯૮૧ના રોજ નવ ઇચ વરસાદ થયો હતો આવી જ સ્થિતિ મધ્યપ્રદેશના પાટનગર ભોપાલના છે ભોપાલમાં ભારે વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ભરાઇ ગયા છે આ ઉપરાંત પહાડોમાં વરસાદને કારણે માર્ગો અને સંપર્ક માર્ગ તુટી ગયો છે.
ઉતરાખંડ ખાતે પિથૌરાગઢના વિષ બ્લોકના ચૈસર ગામમાં એક મકાન તુટી પડવાથી તેમાં સુઇ રહેલા બે બાળકો ને પિતાના મોત નિપજયા છે.
બિહારમાં પણ ભારે વરસાદ થયો છે. અહી પુરથી પ્રભાવિતોની સંખ્યા ૮૨.૯૨ લાખ પર પહોંચી ગઇ છે. જયારે ૨૭ લોકોના મોત નિપજયા છે. રાજયના ૧૬ જીલ્લાના ૧૩૦ બ્લોકની ૧૩૨૨ પંચાયતો પાણીમાં ડુબી ગઇ છે.HS